ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારીએ અનેક લોકોને મુસીબતમાં મૂકી દીધા છે. ધાર્મિક મેળાવડા સહિત તહેવારો પણ નાગરિકો ઉજવી શકતા નથી. આજે અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં અનેક જગ્યાએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે. દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તેવા સમયે રથયાત્રા યોજવામાં આવી નથી. પુરીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શરતોને આધીન રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી છે.
જ્યારે અમદાવાદમાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી અને ત્યારબાદ મંજૂરી આપવામાં આવી ન હતી. તેવા સમયે રાજ્યમાં સૌથી લાંબી રથયાત્રા ગાંધીનગરમાં નીકળે છે. ભગવાનની આરતી કરીને રથમા બેસાડવામાં આવે છે. શુભ મુહૂર્તમાં ભગવાનના રથને પ્રદક્ષિણા માટે લઈ જવામાં આવે છે.
પાટનગરમાં 1985થી પંચદેવ યુવક મંડળ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પહેલી વખત ભગવાન માત્ર 30 મિનિટમાં મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરીને નીજ મંદિર પરત પહોંચી ગયા હતા.ભક્તો દ્વારા જય રણછોડ માખણચોરના નારા લગાવવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક તેમના ચહેરા ઉપર માયુસી જોવા મળતી હતી. અનેક ભક્તો દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રામાં જોડાતા હોય છે. ભગવાનના રથને ખેંચવા નો લાહવો લેતા હોય છે. પરંતુ આ લાવો ક્ષણિક જોવા મળતા તેમના ચહેરા ઉદાસ જોવા મળતા હતા.
પંચદેવ મંદિરના પુજારી ફુલશંકર શાસ્ત્રીજીએ કહ્યું કે, ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે અનેક ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. ભગવાન જગન્નાથ નગરજનોને ઘરે જઈને દર્શન નહીં આપે પરંતુ ભક્તોએ જેમ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.
ભગવાન દર્શન આપવા જતા હતા તેની પરંપરા તૂટી છે. પરંતુ આજે પંચદેવ મંદિર પરિસરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ કાર્યક્રમ દર વર્ષની જેમ યોજાશે પરંતુ મંદિર પરિસરમાં યોજાશે અને સાંજે 7:00 ભગવાનની આરતી કરવામાં આવશે.