ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષકો પડતર પ્રશ્નોને(Questions of Gujarat State Teachers) લઈને જૂની સરકારમાં અંશે રજુઆત કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો હતો નહી. આ દરમિયાન ફરી રાજ્યમાં નવી ભુપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષક સંઘ દ્વારા અને ગુપ્ત રજૂઆત કરવામાં આવી હતી. આજે રાજ્યના શિક્ષણ પ્રધાન(Minister of Education Gujarat) જીતુ વાઘાણીએ શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે સમાધાન લાવ્યું હતું. જે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની નવી ભરતી પાંચ વર્ષ માટે થઇ છે, તેમાં સળંગ નોકરી ગણવા(Appointment in fixed salary Teachers) નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
5 વર્ષની સળંગ નોકરી ગણવામાં આવશે - રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ શિક્ષક સંઘના આગેવાનો સાથે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જે શિક્ષકોની નવી ભરતી થઈ છે જે તમામ શિક્ષકોને પાંચ વર્ષની સળંગ નોકરી ગણવામાં આવશે. જેથી તેઓના પગારધોરણ બઢતી અને અન્ય સુવિધાઓમાં પણ તેમને રાહત મળશે. આ સાથે જ આ રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યમાં 39 હજાર જેટલા શિક્ષકોને લાભ થશે. આ બાબતે રાજ્યના નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નાણાપ્રધાન(Finance Minister of Gujarat) કનુ દેસાઇ સાથે પણ બેઠક કરીને નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Teachers Protest In Gujarat: શું શિક્ષકો સાથે સરકાર કરી રહી છે ભેદભાવ? 11,000 શિક્ષકો ઉતરશે આંદોલન પર
શાળાની ગ્રાન્ટ બાબતે નિર્ણય - સરકારી ગ્રાન્ટ બાબતની જો વાત કરવામાં આવે તો રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં(Government of Gujarat Granted Schools) જ્યોતિષ ટકાથી ઓછું પરિણામ આવે તો તેમની ગ્રાંટમાં કાપ મૂકવામાં આવતો હતો. હવે આવો કોઈ પણ પ્લાન્ટમાં કાપ મુકવામાં આવશે નહી. જેથી શાળાની તમામ માળખાકીય સુવિધાઓમાં પણ સુધારો વધારો થશે. રાજ્યની જે શાળાઓ ઓછી ગાંઠના કારણે અમુક કાર્ય થઈ શકતા ન હતા તે કાર્યો પણ પૂર્ણ થશે.
1200 શાળામાં શિક્ષકો વધશે - ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં 200 જેટલી શાળાઓ એવી હતી કે જેમાં ફક્ત એક આચાર્ય અને બે જ શિક્ષકો હતા. રાજ્ય સરકાર દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે, વધુ એક શિક્ષકની ફાળવણી કરવામાં આવી છે. આમ નવી ભરતી થયેલા વિદ્યા સહાયકોની જગ્યા પણ ભરવામાં આવશે. જે ધામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા અને એક શિક્ષકના વધારાના કારણે બાળકોને વધુ શિક્ષણ પ્રાપ્ત થઇ શકશે.
આ પણ વાંચો: Gujarat Teachers Protest : ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે એક નિર્ણય લઇ સરકાર સામે મોરચો ખોલ્યો
શાળાના કલાકો બાદ પણ શિક્ષક અભ્યાસ કરાવી શકશે - રાજ્ય જીતુ વાઘાણી વધુમાં જાહેરાત કરી હતી કે, રાજ્યમાં શિક્ષણના કલાકો બાદ પણ સરકારી શિક્ષકો વિદ્યાર્થીઓને વધુ કલાક પણ આવી શકે તેવી પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ બાબતે જે તે વિદ્યાર્થીના માતા પિતાની લેખિત સંમતિ બાદ શિક્ષકો શાળામાં જ શિક્ષણના કલાકો પછી વધારાના એકથી બે કલાક સુધી અભ્યાસ કરાવી શકશે. પરંતુ તે માટે વાલીની લેખિત મંજૂરી ફરજીયાત રહેશે. શિક્ષક સંઘ અને શિક્ષકો દ્વારા પણ વધારાના કલાકના અભ્યાસ કરવા માટેની સંમતિ શિક્ષકો દ્વારા આપવામાં આવી છે. જેથી આડકતરી રીતે બાળકના શિક્ષણમાં સુધારો થશે.