ETV Bharat / city

રાષ્ટ્રપતિ આવશે ગુજરાત : એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર - ચર્ચોઓ અંગે જાણો

બુધવારે શિક્ષણ પ્રધાન જીતુ વાધાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ખાસ નવીન જાહેરાતો કરવામાં આવી છે. જે અંતર્ગત ટેકાના ભાવે ડાંગર અને મગફળીની ખરીદી કરાશે, ઇ-ગ્રામ કેન્દ્રો થકી લાઇસન્સની કામગીરી થશે, તેમજ સિંચાઇ માટે વિવિધ ડેમમાં પાણી અપાશે. જેવી અગત્યની જાહેરાતો કરાઇ છે.

જીતું વાધાણી એ પ્રેસ કોન્ફરન્સમાં કઇ કઇ બાબતો પર કરી ચર્ચોઓ તે અંગે જાણો...

author img

By

Published : Oct 27, 2021, 4:46 PM IST

Updated : Oct 27, 2021, 11:03 PM IST

  • ટેકાના ભાવે ડાંગર અને મગફળીની કરાશે ખરીદી
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28 થી 29 ઑક્ટોબર સુધી બનશે ગુજરાતના મહેમાન
  • એકતા દિનની ઉજવણીમાં ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહત્વના નિર્ણયો લેવાયા. આ બેઠકમાં મગફળીની ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવી છે સાથે જ ડ્રાઇવિંગ લાઇસન્સની 4 જેટલી સેવાઓ ગ્રામ્ય સ્તર સુધી પણ પહોંચાડવામાં આવી છે. આ સાથે જ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેમના પ્રવાસ બાબતે આયોજન કરવામાં આવ્યું છે.

28 ઑક્ટોબરથી રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે

બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રપતિના પ્રવાસ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ૨૮ ઑક્ટોબરના રોજ ગુજરાતમાં આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જશે જ્યાં તેઓ રાજ્યપાલ સાથે બેઠક કરશે આ ઉપરાંત 12:45 કલાક થી 5:45 કલાક સુધી હાઇકોર્ટના જજ સાથે વન-ટુ-વન બેઠક પણ યોજશે ત્યારબાદ રાત્રી રોકાણ રાજભવન ખાતે કરવામાં આવશે અને ૨૯મી ઑકટોબરના દિવસે સવારે ૯ કલાકની આસપાસ અમદાવાદ એરપોર્ટથી ભાવનગર એરપોર્ટ જવા નીકળશે અને ત્યારબાદ ભાવનગર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે મોરારી બાપુના આશ્રમની મુલાકાત લેશે સાથે જ બપોરે 3 વાગ્યા આસપાસ ભાવનગર ખાતે પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે જેમાં પાંચ જેટલા લાભાર્થીઓને આવાસની ચાવી પણ આપવામાં આવશે અને ૨૯ ઑકટોબરના રાત્રી રોકાણ ભાવનગર ખાતે કરીને ૩૦ ઑક્ટોબર એક સવારે દિલ્હી જવા રવાના થશે.

એકતા દિનની ઊજવણી અમિત શાહ રહેશે હાજર

૩૧મી ઑક્ટોબર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિન તરીકેની જાહેરાત કરી છે ત્યારે કેવડિયા ખાતે સરદાર પટેલ 182 ફૂટની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવશે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ પ્રબળ હતી પરંતુ અંતિમ સમયે કાર્યક્રમમાં ફેરફાર થતાં હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કેવડિયા ખાતે આવીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે. જેમાં સવારે 8 થી 10 કલાક દરમિયાન કેવડિયા કોલોની ખાતે અમિત શાહ કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ કેવડિયાથી 11:00 આણંદ જવા નીકળશે જેમાં અમૂલ ડેરીને 75 વર્ષ પૂર્ણ થવાથી ત્યાં પણ એક ખાસ કાર્યક્રમ અમિત શાહ હાજરી આપશે.

શિક્ષણ પ્રધાન જીતુ વાધાણી એ યોજી હતી પ્રેસ કોન્ફરન્સ

મગફળીની ખરીદી અંગે ચર્ચા

ચોમાસા વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં ૧ ઑક્ટોબરથી 31 ઑક્ટોબર સુધી રાજ્યના ખેડૂતોને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં લાભપાંચમના દિવસથી રાજ્યના ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે ત્યારે આ બાબતે કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી ૩૧મી સુધી હજી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે જ્યારે અત્યાર સુધીમાં 2.53 લાખ જેટલા ખેડૂતોએ મગફળી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

લાયસન્સની પ્રક્રિયા ગ્રામ્ય સુધી

વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાતના નાગરિકોને લાયસન્સના કેટેગરીની વાત કરવામાં આવે તો લાયસન્સ ખોવાઇ ગયું હોય તો ડુપ્લીકેટ લાયસન્સ મેળવવા, રીન્યુ કરાવવા માટે આરટીઓ ધક્કા ખાવા પડે છે ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં લાયસન્સ સાથે અન્ય ચાર જેટલી પ્રક્રિયાને ગ્રામ સેવા સંસ્થાઓ સુધી લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગ્રામ્ય કક્ષાએ નોમિનલ ચાર્જ આપીને ગ્રામ્ય કક્ષાએ જ સુવિધા મેળવી શકશે.

4 કરોડ રૂપિયાની ખાદીની ખરીદી કરાઇ

વડાપ્રધાને 25 તારીખને ખાદી દિવસ તરીકે ઉજવવાની હાકલ કરી હતી. ત્યારે મુખ્યપ્રધાને ખાદીની ખરીદી પર 20 ટકા છૂટ પણ આપી હતી ત્યારે શિક્ષણ વિભાગના વિવિધ કર્મચારીઓ દ્વારા 4 કરોડ રૂપિયાની ખાદીની ખરીદી કરવામાં આવી છે એક અંદાજ પ્રમાણે 1,17,000 મીટરની ખરીદી થઇ છે. ખાદીનું વણાટ કરતાં લોકોને રોજગાર મળે તેને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાને 90 દિવસ સુધી ખાદી ખરીદીના વળતરની જાહેરાત પણ કરી છે.

આ પણ વાંચો : ગાંધીનગરથી પ્રધાન જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ

આ પણ વાંચો : Pegasus Spyware: સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવી

Last Updated : Oct 27, 2021, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.