ETV Bharat / city

પોલીસ ગ્રેડ પે મુદ્દે નાણાં વિભાગની લીલી ઝંડી, એલાઉન્સ બાબતે ફરીથી કરવામાં આવશે ચર્ચા વિચારણા - Grade Pay of SRP jawans

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં(Bapunagar Police Station Ahmedabad) ફરજ બજાવતા હાર્દિક પંડ્યા નામના એક કોન્સ્ટેબલે વિધાનસભાના પગથિયા પર બેસીને પોલીસ ગ્રેડ પેનું આંદોલન(Police Grade Pay Agitation) શરૂ કર્યું હતું. કેબિનેટ બેઠક બાદ નાણાં વિભાગ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ પોલીસ ગ્રેડ પે નહીં, પરંતુ એલાઉન્સની જાહેરાત 15મી ઓગસ્ટ અથવા આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ કરવામાં આવશે.

Etv Bharatપોલીસ ગ્રેડ પે મુદ્દે નાણાં વિભાગની લીલી ઝંડી, એલાઉન્સ બાબતે ફરીથી કરવામાં આવશે ચર્ચા વિચારણા

author img

By

Published : Aug 9, 2022, 7:37 PM IST

ગાંધીનગર: ગુજરાત પોલીસના જવાનોએ ગ્રેડ પે વધારવા બાબતે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી અને ત્યારબાદ સમગ્ર તમામ જિલ્લાઓમાં પોલીસના ગ્રેડ પે વધારાના બાબતે આંદોલન કર્યું હતું. જ્યારે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં(Bapunagar Police Station Ahmedabad) ફરજ બજાવતા હાર્દિક પંડ્યા નામના એક કોન્સ્ટેબલે વિધાનસભાના પગથિયા પર બેસીને પોલીસ ગ્રેડ પેનું આંદોલન શરૂ કર્યું હતું. ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન ફેલાયું છે.

બેઠક યોજીને નાણાં વિભાગ દ્વારા લીલી ઝંડી - હવે આ પોલીસ ગ્રેડ પે(Police Grade Pay) આંદોલનનું બાળમરણ થવાનું હોય તેવું લાગી રહ્યું છે. જેમાં પોલીસને ગ્રેડ પે તો નહીં મળે, પરંતુ અમુક ફાયદાકારક નિર્ણય સરકાર કરી શકે તેમ છે. જ્યારે કેબિનેટ બેઠક બાદ ફરી બેઠક યોજીને નાણાં વિભાગ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. જ્યારે આ પોલીસ ગ્રેડ પે નહીં, પરંતુ એલાઉન્સની જાહેરાત 15મી ઓગસ્ટ અથવા તો વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ કરવામાં આવશે.

આ પણ વાંચો: પોલીસના ગ્રેડ પે વધારા મુદ્દે ભુજમાં પણ આંદોલન, બાળકોથી માંડી સૌ કોઈએ થાળી અને વેલણ વગાડી કર્યો વિરોધ

બેઠકમાં લેવાયો નિર્ણય - નાણાં વિભાગ સાથેની ગૃહ વિભાગની એક મહત્વની બેઠક યોજાઈ હતી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નાણા વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓના એલાઉન્સ વધારવા માટેની તમામ તૈયારીઓ નાણા વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. હવે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગના કર્મચારીઓને આપવામાં આવતા એલાઉન્સ બાબતે ફરીથી ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ તાત્કાલિક ધોરણે પોલીસના ગ્રેડ પે નહીં, પરંતુ એલાઉન્સ વધારવાની જાહેરાત(Announcement of Increase in Allowance of Police) રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

પોલીસ ગ્રેડ પે પર લટકતી તલવાર - સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારને પોલીસ આંદોલનને ઠારવા માટે જે કમિટી તૈયાર કરવામાં આવી હતી. તે કમિટીએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કર્યો છે. જેમાં અમુક માંગ સ્વીકારવાની ટિપ્પણી પણ કરવામાં આવી છે, પરંતુ ગ્રેડ પેની માંગ સ્વીકારવામાં આવશે નહીં. તેની સામે પોલીસ કર્મચારીઓનો પગાર વધુ મળે, તેને ધ્યાનમાં લઈને પોલીસ કર્મચારીઓના એલાઉન્સમાં ખાસ્સો વધારો કરવામાં આવશે.

કેમ નહીં મળી શકે ગ્રેડ પે - ગુજરાત પોલીસના જવાનોએ હેપી વધારવાની માંગ કરવામાં આવી છે. આંદોલન પણ કર્યું હતું ત્યારે રાજ્ય સરકારે કમિટીનું કઠણ કરીને પોલીસના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે પોઝિટિવ વલણ રાખ્યું હતું. ગુજરાતમાં પોલીસ સહિતની કુલ 10 જેટલી એવી કેડર છે. જેની ગ્રેડ પે ઓછો છે અને જો પોલીસનો ગ્રેડ પે વધારવામાં આવે તો આવનારા દિવસોમાં સરકારી શિક્ષકો, તલાટીઓ, આંકડાકીય મદદનીશ અધિકારીઓ, ક્લાર્ક, ઉર્જા વિભાગ, વન વિભાગના કર્મચારીઓ(Forest Department employees) ઉપરાંત રાજ્ય સરકારમાં જે કર્મચારીઓને ઓછા ગ્રેડ પે છે. તે તમામ કર્મચારીઓને ગ્રેડ પે વધારવા પડે અને આવી કુલ 10 જેટલી કેડર થાય છે. આ કારણે પણ પોલીસની ગ્રેડ પેમાં વધારો પ્રાપ્ત નહીં થઈ શકે.

ક્યારે અને કેવી જાહેરાત થઈ શકે છે - ગુજરાત પોલીસ અને SRPના જવાનનોનું ગ્રેડ પે(Grade Pay of SRP jawans) વધારા સાથે અન્ય પણ કેટલીક માંગણી રજૂઆત કરવામાં આવી હતી. ગ્રેડ પે બાદ કરતા અમુક રજૂઆત રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી શકાય છે. જેમાં 7થી 10 જેટલી રજૂઆત રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજયના પોલીસ કર્મચારીઓને આર્થિક સુધારો થાય તેવી જાહેરાત થઇ શકે છે. જ્યારે પોલીસ એસોસિએશન બનાવવા પર પણ સરકાર કડક વલણ દાખવી શકે છે. જ્યારે આ તમામ જાહેરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત પણ કરી શકે છે.

આ પણ વાંચો: ગ્રેડ પે વધારા આંદોલન મામલાને સુરતમાં પોલીસ પરિવારનો વિરોધ

ક્યાં મુદ્દાઓ પર કરાઈ છે માંગ

1. સાતમા પગાર પંચ મુજબ રજા આપવા અંગે તથા આજ દિન પછી જ્યારે પણ જે કોઈપણ નવું પગાર પણ જે દિવસથી લાગુ થાય તે દિવસથી પગાર રજા પણ તે જ પગાર પંચ મુજબ ચુકવણું થાય

2. પોલીસ કર્મચારીમાં પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને NSIના યુનિયનને મંજૂરી આપવી અથવા ફરિયાદ ફોર્મની રચના કરવી. જેમાં નિવૃત્ત પોલીસ અધિકારી અથવા તો કર્મચારી તથા નિવૃત્ત ન્યાયાધીશને નિમણૂક આપવી

3. 1 જાન્યુઆરી જાન્યુઆરી 2004થી લોકરક્ષકની પાંચ વર્ષની નોકરી સળંગ ગણી તેમને બધી તારીખથી 12 વર્ષના 24 વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવા અને સિનિયોરીટી ગણવાની રજૂઆત કરવી

4. રાજ્ય પોલીસ ફોર્સના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના સ્ટાફના વેલ્ફેર માટે રાજ્ય પોલીસ વેલ્ફેર આયોગની રચના કરવી

5. રાજ્ય પોલીસ ફોર્સના વેલ્ફેર ફંડનો વહીવટ જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાના પોલીસ કર્મચારીઓની બનેલી કમિટી કરે તેવી રજૂઆત

6. પોલીસ અધિકારી અથવા કર્મચારીઓ આજદિન સુધી પાંચમા પગાર પંચ મુજબ બધા ચૂકવવામાં આવે છે. જે સાતમા પગાર પંચ મુજબ ચુકવણું કરવામાં આવે

7. પોલીસ અધિકારી-કર્મચારીઓને 300 લેખે ચૂકવાતા મેડિકલ પથ્થરની જગ્યાએ અન્ય કોઈ નામાંકિત પ્રાઈવેટ કંપનીની કેસલેસ હેલ્થ પોલિસી હોદ્દા મુજબ પાંચ લાખ રૂપિયા સાત લાખ રૂપિયા તથા રૂપિયા 10 લાખ આપવા અંગેની રજૂઆત કરવી

8. આઠ કલાકથી વધુ ફરજ લેવામાં આવે તો કલાક દીઠ રીફ્રેશમેન્ટ એલાઉન્સ નક્કી કરવું

9. પોલીસ દળના હથિયારી અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઘરભેગા કરવા અંગેની રજૂઆત

10. પોલીસ યુનિફોર્મ જેવા કે પટ્ટો, કેપ તથા હોલ સુઝ ખરીદી કરી ન આપતા કે એન્કેશમેન્ટ કરી આપવાની રજૂઆત કેન્દ્ર સરકારના નિયમ અનુસાર વાર્ષિક 10000 રૂપિયા

11. SRPની દર ત્રણ માસે ફરજ ની જગ્યા ની બદલી કરવામાં આવે છે, તેના બદલે તેને સ્થાઈ કરવાની રજૂઆત

12. એસઆરપી કર્મચારીઓની જેમ તાલીમ સમયગાળો પૂરો ફિક્સ પગાર રાખી તાલીમ બાદ ફુલ પગારમાં નિમણૂક અંગેની રજૂઆત કરવી

13. SRPFમાં કંપનીમાંથી અન્ય જિલ્લામાં ફરજ સોંપવામાં આવે છે, ત્યારે તેઓને જે તે પોઇન્ટ આપવામાં આવે ત્યાં પ્રાથમિક સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી. જે સુવિધા અંગેની રજૂઆત કરવી

14. પોલીસ કર્મચારીઓ પર ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી દંડ પોલીસ પોલીસ મેન્યુઅલ મુજબ કરવા રજૂઆત કરવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.