ETV Bharat / city

રાજયમાં આજથી ખેડૂતોને વધુ 2 કલાક વીજળી મળશે, સરકારને 300 કરોડનો બોજો પડશે, બહારથી વીજળીની કરવામાં આવશે ખરીદી

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવેતર તો કરી લીધુ છે. પરંતુ છેલ્લા 10થી 15 દિવસથી વરસાદ ન વરસતા ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેથી રાજ્ય સરકારે મંગળવારે નિર્ણય કર્યો હતો કે, ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વિજળી આપવામાં આવશે. જે બાબતે આજે બુધવારે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે ( Energy Minister Saurabh Patel ) જણાવ્યું હતું કે, ખેડૂતોને 10 કલાક વીજળી આપવાને લઈ રાજ્ય સરકારને વધુ 300 કરોડનો આર્થિક બોજો પડશે. તેમજ રાજ્ય સરકાર બહારથી વીજળીની ખરીદી પણ કરશે.

રાજયમાં આજથી ખેડૂતોને વધુ 2 કલાક વીજળી મળશે

author img

By

Published : Jul 7, 2021, 4:29 PM IST

  • રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી મળશે
  • પહેલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી
  • વરસાદ ખેંચાતા સરકારે વધુ 2 કલાક વીજળી આપવાનો કર્યો હતો નિર્ણય
  • સરકારને હવે 2.50 કરોડ વધુ યુનિટ વીજળી આપવી પડશે

ગાંધીનગર: રાજ્યમાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં 7 જુલાઇથી રાજ્યના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. જે બાબતે આજે બુધવારે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે ( Energy Minister Saurabh Patel ) જણાવ્યું હતું કે, ખેડૂતોને 10 કલાક વીજળી આપવા બાબતે રાજ્ય સરકારને વધુ 300 કરોડનો આર્થિક બોજો પડશે. રાજ્ય સરકાર બહારથી વીજળી ( Electricity )ની ખરીદી કરશે.

રાજયમાં આજથી ખેડૂતોને વધુ 2 કલાક વીજળી મળશે

સરકાર બહારથી વીજળીની ખરીદી કરશે

રાજ્યના કેબિનેટ પ્રધાન સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( Chief Minister Vijay Rupani )એ ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં બહારથી વીજળીની ખરીદી કરશે. બે કલાક વધુ વીજળી આપવાના કારણે રાજ્યના ખેડૂતોને કુલ 2 કરોડથી 2.5 કરોડ યુનિટ વીજળી આપવામાં આવશે. પહેલા 7 કરોડ યુનિટ 8 કલાકની આસપાસ વપરાશ હતો. ત્યારે હવે 10 કલાક વીજળી સમય આપવાથી રાજ્યમાં 9 થી 9.5 કરોડ યુનિટનો વપરાશ થશે.

સરકારને 300 કરોડનો બોજો પડશે

સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેથી રાજ્ય સરકાર બહારથી વીજળી ( Electricity ) ની ખરીદી કરશે. જેના કારણે પ્રતિમાસ રાજ્ય સરકારને 300 કરોડનો બોજો પડશે. આમ જ્યાં સુધી રાજ્ય સરકારનો 10 કલાકનો નિર્ણય અમલી રહેશે ત્યાં સુધી પ્રતિમાસ રાજ્ય સરકારને વધુ 300 કરોડનો બોજો પડશે.

વીજ કંપનીઓને આપવામાં આવશે સૂચના

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી ( Electricity ) આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યની વીજ કંપનીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે એના માટે કઈ રીતે વધુ બે કલાક વીજળી આપવી તે બાબતનું પણ આયોજન વીજકંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ખેડૂતોને સવારે અથવા સાંજે વધુ 2 કલાક વીજળી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.