- વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાએ વિધિવત ચાર્જ ગ્રહણ કર્યો
- વિરોધ પક્ષના નેતા બનતાની સાથે જ ભાજપ પર પ્રહારો કર્યા
- કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો, સિનિયર આગેવાનો હાજર રહ્યા
ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા (leader of the opposition sukhram rathva)એ વિધિવત ચાર્જ ગ્રહણ કર્યો હતો. ગુજરાતની સ્થાપના બાદ રાજ્યના 25માં વિપક્ષના નેતા પદે આરૂઢ થયા છે. પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સુખરામ રાઠવાને અભિનંદ પાઠવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો, સિનિયર આગેવાનો અને કાર્યકરો-સમર્થકોની હાજરીમાં ચાર્જ ગ્રહણ કર્યો હતો.
આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતીને બતાવીશ
સુખરામ રાઠવાએ કહ્યું, "અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયાજી અને રાહુલજી તેમજ અન્ય આગેવાનોના આશીર્વાદથી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે આ પદ મળ્યું છે. હું બધા લોકોને સાથે રાખીને આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022)માં કોંગ્રેસને જીતીને બતાવીશ, જેના માટે મહેનત કરીશું. અમારી યુવા ટીમ તૈયાર થઈ ગઈ છે. પડકારોનો સામનો કરવા રણનીતિ બનાવી છે. અમારા તમામ 66 MLA કોંગ્રેસના વફાદાર છે, કોઈ હવે ભાજપમાં નહીં જોડાય."
અધિનિયમનો અમલ BJPએ ઓછો કર્યો છે
તેમણે જણાવ્યું કે, "આદિવાસી વિસ્તારમાં જંગલની જમીન (forest land in a tribal area in gujarat)આપવા માટે જે અધિનિયમ લાવ્યા છે તેનો યુપીએ સરકારે લાવેલો અધિનિયમનો અમલ BJPએ ઓછો કર્યો છે. પડતર પ્રશ્નોને આગળ લાવવા માટે લડીશું. ભાજપ સરકારમાં પેપર લીક (paper leak in bjp government)થવાના બનાવો બનતા આવ્યા છે. વર્ષોથી એવું બનતું આવ્યું છે. ખાસ કરીને તેમના લોકો કે RSSના લોકોને નોકરી મળે તેના માટેના પ્રયત્નો (Exam Paper Leak In Gujarat) હોય છે. આ ઉજાગર થયેલા પ્રશ્નો હાઉસના ફ્લોર સુધી લઈ આવીશું. તમામને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું."
ગુજરાતની માત-બહેનો નહીં સ્વીકારે ત્યાં સુધી દારૂબંધી ચાલું રહેશે
દારૂબંધીના નિયમને લઈને ભરતસિંહે કરેલા નિવેદન અંગે કહ્યું કે, "મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (alcohol prohibition in gujarat)નો અમલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity gujarat)બન્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા આ વિચાર કરી રહી છે. ભરતસિંહનું એ પોતાનું અંગત મંતવ્ય છે. વિવિધ સમાજમાં દારૂના કારણે અધોગતિ થઈ છે. ગુજરાતની માતા-બહેનો આ નહીં સ્વીકારે ત્યાં સુધી દારૂબંધી ચાલું રહેશે. સાચા આદિવાસી-ખોટા આદિવાસીને લડાવવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપે ભાગલા પડાવી રાજ કર્યું છે."
આ પણ વાંચો: Gujarat High Court: 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી