ETV Bharat / city

28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીની વ્યવસ્થાઓ અંગે ETV BHARATનો અહેવાલ - મતદાનમથક

21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 6 કોર્પોરેશનમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. હવે 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે, જેની ચૂંટણી આયોગ અને પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે કઈ રીતની તૈયારી છે, કેટલા ઇવીએમ મશીનનો ઉપયોગ થશે તે બાબતે જુઓ ETV ભારતનો વિશેષ અહેવાલ...

28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી, વ્યવસ્થાઓ અંગે ETVનો ખાસ અહેવાલ

author img

By

Published : Feb 25, 2021, 7:41 PM IST

  • 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે જિલ્લા તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી
  • ચૂંટણી આયોગ અને પોલીસ દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ
  • 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતમાં યોજાશે ચૂંટણી
  • કુલ 6433 વોર્ડની ચૂંટણી યોજાશે

    ગાંધીનગરઃ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કુલ 6433 વોર્ડની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે. આમાં 81 નગરપાલિકામાં 680 વોડ, 31 જિલ્લા પંચાયતમાં 980 વોર્ડ, અને 231 તાલુકા પંચાયતમાં 4773 વડની મતદાન પ્રક્રિયા 28 ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી યોજવામાં આવશે.

  • કેટલા લોકો કરશે મતાધિકારનો ઉપયોગ, કેટલા ચૂંટણી અધિકારીઓની કરાઈ નિમણૂક?

    રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી પ્રમાણે 81 નગરપાલિકા ૩૧ જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાં કુલ 49,07,703 લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. સ્થાનિક સ્વરાજ્યની બીજા તબક્કાની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણીમાં 92 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 245 અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 475 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મદદનીશ ચૂંટણી અધિકારીની સંખ્યાની વાત કરવામાં આવે તો 96 નગરપાલિકા વિસ્તારમાં 469 જિલ્લા પંચાયતમાં અને 506 જેટલા ચૂંટણી અધિકારી તાલુકા પંચાયતમાં હાજર રહેશે.

  • કેટલા મતદાનમથકો સંવેદનશીલ ?

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના બીજા તબક્કામાં મતદાનમથકની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 31,370 જેટલા મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જ્યારે 81 જેટલી નગરપાલિકામાં 4848 મતદાનમથકો પર ચૂંટણી યોજવામાં આવશે. સંવેદનશીલ મતદાનમથકોની વાત કરવામાં આવે તો નગરપાલિકા વિસ્તારમાં 400 અને જિલ્લા તથા તાલુકા પંચાયત વિસ્તારમાં 6443 જેટલા મતદાનમથકોને સંવેદનશીલ તરીકે ગણવામાં આવ્યાં છે. આ ઉપરાંત અતિ સંવેદનશીલ મતદાનમથકોમાં નગરપાલિકા વિસ્તારમાં 959 અને જિલ્લા તાલુકા પંચાયત વિસ્તારમાં 3532 જેટલા મતદાનમથકોની અતિસંવેદનશીલ મતદાન મથક તરીકે ગણતરી કરવામાં આવી છે.

  • કેટલા હશે ઇવીએમ મશીન

    નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ મશીનની જો વાત કરવામાં આવે તો 6990 જેટલા એવીએમ મશીન નગરપાલિકા વિસ્તારની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે. જ્યારે 70,780 જેટલા ઈવીએમ મશીનો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટણી માટે ઉપયોગ કરવામાં આવશે. આ માટે નગરપાલિકા વિસ્તારમાં 27,948 પોલિંગ સ્ટાફ અને તાલુકા જિલ્લા પંચાયતમાં 1,93,863 પોલીંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.

  • ચૂંટણીમાં પોલીસ પણ સજ્જ

    સ્થાનિક સ્વરાજની બીજા તબક્કાની ચૂંટણીમાં પોલીસની કામગીરીની વાત કરવામાં આવે તો બીજા તબક્કાની ચૂંટણી દરમિયાન 81 નગરપાલિકા વિસ્તારમાં 9714 અને જિલ્લા અને તાલુકા પંચાયત વિસ્તારમાં 63 હજાર પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ફરજ પર રાખવામાં આવ્યાં છે.જે મતદાનમથકો સંવેદનશીલ છે ત્યાં વિશેષ તકેદારી રાખીને વધુ પોલીસ વોચ રાખવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી જાહેર થઇ હતી ત્યારથી લઇને 19 ફેબ્રુઆરી સુધી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો એટલે કે પંચાયત વિસ્તારમાંથી આશરે 16 કરોડની કીમત આસપાસનો દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

    ગાંધીનગરથી પાર્થ જાનીનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.