ETV Bharat / city

હવે ગુજરાતનું દેવું ક્રમશઃ ઘટતું જશે: નાણાં પ્રધાન કનું દેસાઈ સાથે ETV Bharatનું રૂબરૂ - etv bharat rubaru

Gujaratમાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ( CM bhupendra patel)આવ્યાને બે મહિના પૂર્ણ થયા છે. તેમની સાથે નવું જ પ્રધાનમંડળ આવ્યું છે. તેમાં સૌથી અતિમહત્વનો વિભાગ હોય તો તે છે નાણા વિભાગ. Finance Minister તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે વલસાડ પારડીના ધારાસભ્ય કનુભાઈ મોહનલાલ દેસાઈ. આજે આપણે ETV Bharatના માધ્યમથી તેમની સાથે રૂબરૂ થઈશું. તેમણે બે મહત્વની વાત કરી હતી કે ગુજરાત સરકાર બિનજરૂરી ખર્ચ ( Expenses ) પર કાબુ મેળવશે અને ગુજરાતનું દેવું ( Gujarat's debt will decrease ) હવે ક્રમશઃ ઘટતું જશે.

હવે ગુજરાતનું દેવું ક્રમશઃ ઘટતું જશે: નાણાં પ્રધાન કનું દેસાઈ સાથે ETV Bharatનું રૂબરૂ

author img

By

Published : Nov 13, 2021, 8:33 AM IST

Updated : Nov 13, 2021, 3:30 PM IST

  • ગુજરાતના નાણાપ્રધાન સાથે એક્સક્લુસિવ મુલાકાત
  • સરકારી તિજોરી પર બહુ બોજો પડ્યો છે
  • વિકાસના કામોને ગતિ પણ આપી છે
  • હવે ગુજરાતનું દેવું ક્રમશઃ ઘટતું જશે

ગાંધીનગર: કનુભાઈ (Finance Minister Kanu Desai) દેસાઈ વલસાડ પારડીના ધારાસભ્ય છે. તેમનો જન્મ 1951માં ઉમરસાડીમાં થયો છે. તેઓએ BCom અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ગુજરાત વિધાનસભા, 2012થી 2017 સુધી કોષાધ્યક્ષની જવાબદારી સંભાળી છે. ETV Bharat Gujaratના બ્યૂરો ચીફ ભરત પંચાલે કનુભાઈ દેસાઈની એક્સક્લૂસિવ મુલાકાત લીધી છે.

નાણાં પ્રધાન કનું દેસાઈ સાથે ETV Bharatનું રૂબરૂ

પ્રશ્ન-1: નાણાપ્રધાન બન્યાને બે મહિનાનો સમય પુરો થયો છે, કેવો રહ્યો અનુભવ? અને આ બે મહિનામાં આપે શું નવા નિર્ણયો કર્યા છે?

જવાબ: સૌપ્રથમ તો ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel)ની આગેવાની હેઠળની સરકારના નવા પ્રધાનમંડળે વિકાસના કામોને ગતિ આપી છે. અને અનેક નવા પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. નાણાપ્રધાન તરીકે મે ચાર્જ લીધો છે ત્યારે ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાત (vibrant Gujarat) બનવા જઈ રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાતના ઉદ્યોગોને મળતી સહાય છે, તે સહાય સબસીડી અમે ચુકવી દીધી છે અને કોરોના પછીના સમયમાં ઉદ્યોગો વધુ આગળ વધે, તેવા હેતુથી કલેઈમ મંજૂર થયા હતા, તે તમામ ચુકવાઈ ગયા છે. ટેક્સટાઈલ ઈન્સેન્ટિવ અંદાજે રૂપિયા 350 કરોડ ચુકવાઈ ગયું છે. એસએમઈ એટલે કે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પણ ઓકટોબર સુધીનું ઈન્સેન્ટિવ રૂપિયા 500 કરોડ ચુકાવાય ગયું છે. કુટિર અને ખાદી તથા નાના ઉદ્યોગોને 150 કરોડના ઈન્સેન્ટિવ ચુકવાઈ ગયા છે. ખાદી પર 20 ટકા ડિસ્કાઈન્ટ ઓકટોબર સુધી હતું, તેને લંબાવી દેવામાં આવ્યું છે.

બીજી વાત કરીએ તો દિવાળીના દિવસોમાં જ પ્રજાને રાહત આપી છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સરકારે પેટ્રોલ પર રૂપિયા 5 અને ડીઝલ પર રૂપિયા 10ની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી, જેથી પછી ગુજરાતે વેટમાં સાત રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો હતો. જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ વધારે છે. આમ ગુજરાતની જનતાને પેટ્રોલમાં લીટરે રૂપિયા 12 અને ડીઝલમાં લીટરે રૂપિયા 17નો ઘટાડો મળ્યો છે. જે વેટના ઘટાડાથી ગુજરાત સરકારની તિજોરી પર રૂપિયા 533 કરોડનો બોજો પડ્યો છે. બીજી એક વાત મારે કરવી છે કે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વારંવાર કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડો, પણ તમને કહું કે, આપણે જ્યારે વેટ ઘટાડ્યો ત્યારે કોંગ્રેસ શાસિત એકપણ રાજ્યએ વેટ ઘટાડીને પ્રજાને રાહત આપી નથી, તે ખુબ દુઃખદ બાબત છે.

પ્રશ્ન: ગુજરાત સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું, પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડ્યો, તેને કારણે સરકારની આવક ખૂબ ઘટી જવાની છે, તે આવક કોમ્પન્સેટ થઈ શકે તે માટે આપે કોઈ વિચાર કર્યો છે?

જવાબ: સરકાર આ વાત વિચારે છે કે હાલ સરકારી જે ખર્ચ છે, મોટાભાગે કેપિટલ ખર્ચા… હું તમને કહુ તો નર્મદા યોજના મોટાભાગે પૂર્ણ થવાને આરે આવી છે. આપણા બિનજરૂરી ખર્ચા છે, પગારનું ભારણ છે, જે જગ્યાએ જરૂર નથી તેવી જગ્યાએ ભરતી અંગે વિચારીશું. બીજા બિનજરૂરી ખર્ચા છે, જે ઉપજાવું નથી, તેને કાબુમાં લેવાશે.

પ્રશ્ન: વિપક્ષોનોઆક્ષેપ રહ્યો છે કે, ગુજરાત દેવામાં ડુબેલું છે અને ગુજરાતની અત્યાર સુધીની સરકારોએ પુરાંતવાળા બજેટ રજૂ કર્યા છે, તો અને હવે આગામી ફેબ્રુઆરીમાં બજેટ પણ આવશે, તો ગુજરાતના દેવાને કંટ્રોલ કરવા આપે કાંઈ વિચાર્યું છે?

જવાબ: ગુજરાત સરકારે અને નાણાપ્રધાન નીતિનભાઈ પટેલે અત્યાર સુધી રજૂ કરેલ બજેટ પુરાંતવાળા રહ્યા છે. ડેફિસિટ છે, ગુજરાતનું હાલ જે દેવું છે, તે દેવું બીજા રાજ્યોની સરખામણીએ જોઈએ તો ડિસીપ્લીનમાં છે. RBIની કાયદાકીય મર્યાદામાં છે. વિકાસ કરવા માટે આ દેવું થયું હશે, જ્યારે 1957થી શરૂ થયેલી નર્મદા યોજના હવે પૂર્ણ થવાને આરે છે, આથી હવે ગુજરાતનું દેવું ઘટતું જશે. હવે આવા યોજનાકીય મોટા ખર્ચા નથી.

પ્રશ્ન: ETVના માધ્યમથી ગુજરાતની પ્રજાને શું સંદેશ આપશો અને આપ આગામી સમયમાં શું નવું કાર્ય કરવા જઈ રહ્યા છો?

જવાબ: ETVના દર્શકો માટે ETV Bharat ખૂબ સુંદર કામગીરી કરે છે. મારો વર્ષોથી અનુભવ છે કે તેમનું જે રીપોર્ટિંગ છે અને દર્શકોને સચોટ સમાચાર પુરા પાડી રહ્યા છે. તેઓની સુંદર રજૂઆત હોય છે, અને સરસ માધ્યમ છે. સાચી માહિતી આપે છે. ETV આવી રીતે બધાને માહિતી આપતું રહે, તેવી હું શુભેચ્છા આપું છું.

Last Updated : Nov 13, 2021, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.