ETV Bharat / city

પિતાએ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને ભેગા કરવાનું સપનું જોયું હતું, એ સપનું પૂરું કરવાના રસ્તે હું જઈશ: હિતુ કનોડિયા - ઈટીવી ભારત સ્પેશિયલ

મહેશ- નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી આપવામાં આવ્યો છે, ત્યારે તેમના દીકરા અને ધારાસભ્ય એવા હિતુ કનોડિયા (Hitu Kanodiya) એ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ લેવાની ખુશી અને ક્ષણ સમયની વાતો શેર કરી હતી. આ સાથે તેમના પિતા નરેશ કનોડિયાએ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને ભેગા કરવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવાના રસ્તે હું જઈશ તેવું તેમણે જણાવ્યું હતું.

exclusive
exclusive
author img

By

Published : Nov 13, 2021, 7:41 AM IST

  • અનાથને પિતા મળી જાય અને વૃદ્ધોને બાળકો મળી રહે તેવું સપનું પિતાએ જોયું હતું
  • ટ્રેનમાં આ જુગલ બેલડીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેથી ટ્રેનમાં જ પદ્મશ્રી એવોર્ડ લેવા ગયા
  • રાષ્ટ્રપતિએ કહ્યું, આ બન્ને ભાઈઓ જ્યારે પણ મળતા ત્યારે ખૂબ હસાવતા હતા

ગાંધીનગર: બે દિવસ પહેલાં જ દેશભરના મહાનુભાવોને તેમના કામો બદલ પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની યુગલ બેલડી મનાતા એવા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો. મરણોપરાંત પદ્મશ્રી સ્વીકારવા માટે હિતુ કનોડિયા (Exclusive Interview with Hitu Kanodiya) અને તેમનો પરિવાર દિલ્હી પહોંચ્યો હતો, જ્યાં તેમણે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

હિતુ કનોડિયાએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી

પ્રશ્ન: પદ્મશ્રી માટે જ્યારે નામ એનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે એ સમયે તમે શું ફાઈલ કરી?

જવાબ: થોડા દિવસ અગાઉ જ્યારે પદ્મશ્રી માટે નામ એનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે મોટા પપ્પા અને પિતા હયાત હોત તો ઘણા ખુશ હોત. તેમાં પણ જ્યારે મેડલ પહેર્યો હોત ત્યારે એ ખુશી ઘણી વધુ જ હોત. રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી (Padma Shri) મળ્યો ત્યારે મહેશ બાપાનો એવોર્ડ મે લીધો હતો, જ્યારે પપ્પાનો એવોર્ડ મમ્મીએ લીધો હતો. એવોર્ડ લેવા ગયા ત્યારે રાષ્ટ્રગીત વાગ્યું અને એક પ્રકારની ગર્વની અનુભૂતિ હું કરતો હતો. મારા રૂવાડા ઉભા થઇ ગયા હતા. મારા મોટા પપ્પા અને મારા પિતા માટે આજે આ ગીત વાગી રહ્યું છે એ પ્રકારની અનુભૂતિ મને થતી હતી. હું આ પદ્મશ્રી એવોર્ડ લેવા ગયો ત્યારે રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે હું ગદગદિત થઈ ગયો હતો. રાષ્ટ્રપતિએ મારી સાથે વાત કરી હતી. તેમને કહેલું આ બન્ને ભાઈઓ અમને ખુબ હસાવતા હતા. હું ગર્વ અનુભવતો હતો અને મારી જાતને કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગ્યો મને એ ખબર પડી કે બાપાને પિતા કેટલા લોકો સાથે સંકળાયેલા છે અને કેટલા મહાન, મોટા લોકો સાથે તેમનો રેપો રહ્યો હતો.

પ્રશ્ન: પદ્મશ્રી મળ્યા પછીનું સેલિબ્રેશન તમે કેવી રીતે કર્યું હતું?

જવાબ: પદ્મશ્રી મળ્યો ત્યારે મોદી સાહેબે અમારા આખા પરિવાર સાથે અમારી મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં મોદી સાહેબ અમને ત્યાં ચેમ્બરમાં બોલાવ્યા અને અમારી સાથે સમય વિતાવ્યો. અમારા તમામ પરિવારજનો ત્યાં ગયા હતા જ્યાં હું મારી પત્ની, મારા મમ્મી, મારો દીકરો, મારી ભત્રીજી તમામને મોદી સાહેબ મળ્યા હતા અને અમારી સાથે પર્સનલી બેઠા એમણે વાત કરતા કહ્યું, આ બન્ને બેલડીઆ એ અમર છે. રેલવે સ્ટેશન પર પહોચ્યો હતો ત્યારે પરિવારજનો, મિત્ર, મંડળ સમાજના તમામ લોકો, આગેવાનો અમારા ભાજપ મોરચાનું આખું સંગઠન આ તમામે મહેશ- નરેશ કનોડિયાના પદ્મશ્રીને આવકાર આપ્યો એ ખરેખર અદ્ભુત હતો.

પ્રશ્ન: દરેક મહાન કલાકારની એ ઈચ્છા હોય છે કે તે પણ પોતાની અલગ ઓળખ બનાવે અને પદ્મશ્રી જેવા એવોર્ડના હકદાર બને શું તેમને ક્યારેય આ પ્રકારની ઈચ્છા દર્શાવી હતી?

જવાબ: વિચાર જરૂર આવતો હતો પરંતુ તેમના કરતા પરિવારના મિત્રો તેમના ચાહકો કહેતા કે, તમે આટલા વર્ષોથી કામ કરો છો. 1947થી ઓર્કેસ્ટ્રા સાથે જોડાઇને કામ કરતા આવ્યા છો, 1969થી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા આવ્યા છો. તમને કેમ હજુ સુધી પદ્મશ્રી (Padma Shri) એવોર્ડથી નવાજવામાં નથી આવ્યા. કેન્દ્ર સરકાર તરફથી તમને કેમ પદ્મશ્રી નથી આપવામાં આવ્યો એ વાત થતી હતી. લોકોએ દુનિયાભરમાંથી તેમની અને તેમના કામની સરાહના કરી છે એ આ બધાથી ઉપર અને પરે છે.

પ્રશ્ન: 1969થી ફિલ્મ જગતમાં આવ્યા ત્યારથી લઈને છેક સુધીના સંઘર્ષના એવા કોઈ કિસ્સાઓ કે જે આજના દિવસે તમે શેર કરવા માંગતા હોવ?

જવાબ: મને પૂછવામાં આવ્યું કે, હિતુભાઈ તમે એવોર્ડ લેવા કેમ પ્લેનમાં ન ગયા અને ટ્રેનમાં ન ગયા. ટ્રેનમાં જ કેમ પાછા ફર્યા. આ વાત ઘણા બધા પૂછતા હતા એની પાછળની સ્ટોરી એ છે કે, મોટા પપ્પા અને પિતા મુંબઈની લોકલ ટ્રેનમાં બે પથ્થરો ખખડાવી ચિલ્લર ભેગું કરતા હતા. ટ્રેનની સફરમાં તેમની શરૂઆત થઈ હતી. ત્યારથી લઇ આજ સુધી પદ્મશ્રી એમને મળે છે. તેમનો પદ્મશ્રી દિલ્હીથી રાજધાનીમાં આવ્યો. લાઈફનું એક સર્કલ છે એમને જે શરૂઆત કરી હતી. ફાઇનલ ડેસ્ટિનેશન સુધી તેમનું આ કામ પદ્મશ્રી સુધી પહોચ્યું હતું.

પ્રશ્ન: મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા હંમેશા લોકોના દિલોમાં રહેશે પરંતુ તેમની યાદગીરી રૂપે તેમને સેવેલી કોઈ ઈચ્છા પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છો?

જવાબ: ઘણા બધા તેમના ચાહકો વિચારી રહ્યા છે કે, તેમનું સ્ટેચ્યુ બનાવીએ અને સર્કલ પર મૂકીએ તો કોઈ કહે છે કે, તેમના નામ પરથી કોઈ બ્રીજનું નામ આપીએ તો કોઈ કહે છે કે કોઈ ઓડિટોરિયમ બનાવીએ અને તેને મહેશ- નરેશ નામ આપીએ. તો કોઈકે મહેશ- નરેશ નામનું મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રકારની ભાવના અને લાગણીઓ લોકોની છે. હવે જોઈએ છે આગામી સમયમાં શું કરવું જોઈએ.

પ્રશ્ન: અંતિમ દિવસોમાં તેમને વ્યક્ત કરેલી કોઈ ઈચ્છા છે જે તમે આગામી સમયમાં પૂર્ણ કરવા ઇચ્છતા હોવ?

જવાબ: લોકોની સેવા કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેતા હતા. એક સપનું મારા પિતાનું છેલ્લે છેલ્લે તેમને વ્યક્ત કર્યું હતું. અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ આ બન્ને ભેગા કરીએ. જે લોકોને બાળકો તરછોડે છે. તેમને બાળકો મળી જશે અને જે લોકોના મા- બાપ નથી તેમને તેમના મા- બાપ મળી જશે. એમની છેલ્લી ઇચ્છા હતી અને આગામી સમયમાં હું પણ તે જ રસ્તે આગળ વધીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.