ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે અને તમામ જગ્યા ઉપર અંગ્રેજી ભાષાનું (Study in English medium) શું મહત્વ છે તે પણ સૌ કોઇ જાણી રહ્યા છે. ત્યારે ગુજરાતનું આવનારું ભવિષ્ય અંગ્રેજી વિષયના કારણે પાછું ન પડે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છેં. હવે ધોરણ 1થી 3માં બાળકોેને અંગ્રેજી વિષય ભણાવવામાં (English subject will be taught to children in Std 1 to 3) આવશે.
આ પણ વાંચોઃ Ahmedabad School Closed: ઘાટલોડિયાની M.B. પટેલ હાઈસ્કૂલ 49 વર્ષ પછી શા માટે બંધ થઈ, જૂઓ
મૌખિક રીતે અભ્યાસ થશે - રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે ધોરણ 1 થી 3માં હવે દરેક માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. ધોરણ એક અને બેમાં મૌખિક રીતે બાળકોને શિક્ષકો અંગ્રેજી વિષય(English subject in primary education in Gujarat) ભણાવાશેે. જ્યારે ધોરણ-3માં પુસ્તકના માધ્યમથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. જ્યારે બાળકો ઝડપથી અંગ્રેજી શીખી શકે તેને ધ્યાનમાં લઈને ધોરણ 1,2,અને 3માં શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી વિષય (English subject will be taught to children in Std 1 to 3) ભણાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે
અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઈ રહી છે - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને માધ્યમિક સ્કૂલ કોર્પોરેશન વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ (English subject in primary education in Gujarat)શરૂ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અંગ્રેજી માધ્યમના શિક્ષણમાં સતત વધારો થઈ રહ્યો છે અને માગમાં પણ વધારો થયો છે. જ્યારે અત્યારે વર્તમાન સમયમાં વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવવા માટે અંગ્રેજી માધ્યમમાં મૂકી રહ્યા છે. ગરીબ વિદ્યાર્થીઓ છે તેમને પણ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પણ નવી અંગ્રેજી શાળાઓ શરૂ કરવાની કવાયત શરૂ (English subject will be taught to children in Std 1 to 3) કરવામાં આવી છે.