નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના 7742 કર્મચારીઓ અને 11617 પેન્શનર્સ મળી, અંદાજીત કુલ 19, 359 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનર્સને રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં છઠ્ઠા પગાર પંચનો લાભ અંદાજીત 19 હજાર જેટલા કર્મચારીઓ-અધિકારીઓ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા 1-7-2018થી 6 ટકા તથા 1-1-2019થી વધુ 6 ટકા મોંઘવારી ભથ્થુ મંજૂર કરાયું છે. છઠ્ઠા પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે 142 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ 1-7-2018થી વધુ 6 ટકા તથા 1-1-2019થી વધુ 6 ટકા મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કરાયું છે. આ સંદર્ભે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર/પેન્શન મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે 1-7-2018થી વધુ 6 ટકા તથા 1-1-2019થી વધુ 6 ટકા મળી કુલ 12 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે.
ઓગસ્ટ-2019ના પગારની ચુકવણી સાથે કુલ 12 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો 1-7-2018થી વધુ 6 ટકા તથા 1-1-2019થી વધુ 6 ટકા મળી 12 ટકા ગણીને ઓગસ્ટ-2019ના પગાર સાથે રોકડમાં ચુકવણું કરવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે 41.93 કરોડ જેટલું ભારણ વધશે.