ETV Bharat / city

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રહે તેવી સંભાવના, સાંજ સુધીમાં થઈ શકે છે જાહેરાત - ગાંધીનગર કલેક્ટર

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી પંચને આગામી ગાંધીનગર મનપાની ચૂંટણીઓ મોકૂફ રાખવાની માગણી કરતો પત્ર લખ્યા બાદ અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. ચૂંટણી પંચ, મનપા અને કલેક્ટર કક્ષાએ બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. એક મહિના સુધી ચૂંટણી મોકૂફ રહે તે પ્રકારની સંભાવનાઓ વર્તાઈ રહી છે.

ગાંધીનગર મનપા
ગાંધીનગર મનપા
author img

By

Published : Apr 10, 2021, 1:30 PM IST

  • સાંજ સુધીમાં ચૂંટણીને અનુલક્ષીને થઇ શકે છે મોટી જાહેરાત
  • સીએમ રૂપાણીએ ચૂંટણીઓ મોકૂફ રાખવાની કરી માગ
  • બેઠકોનો દોર અવિરત ચાલુ

ગાંધીનગર: આવનારા દિવસોમાં યોજાનારી ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી પંચને આ અંગે પત્ર લખતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. સાંજ સુધીમાં ચૂંટણીને અનુલક્ષીને મોટી જાહેરાત થઈ શકે છે.

કોંગ્રેસ અને આપ દ્વારા પણ કરાઇ હતી રજૂઆત

આ પહેલા કોંગ્રેસ અને આપ દ્વારા પણ ચૂંટણી પંચને ચૂંટણી મોકૂફ રાખવા અંગે રજૂઆત કરાઇ હતી. જો કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ર બાદ ચૂંટણીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ચૂંટણી પંચ, મનપા અને કલેક્ટર કક્ષાએ બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. આગામી એક મહિના સુધી ચૂંટણી મોકૂફ રહે તે પ્રકારની સંભાવનાઓ વર્તાઈ રહી છે.

22 દિવસમાં ગાંધીનગર જિલ્લામાં 1,056 કોરોના પોઝિટિવ કેસ

ગાંધીનગરમાં છેલ્લા 22 દિવસમાં 1,056 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5 દિવસમાં 80થી 90 જેટલા લોકો મૃત્યુને ભેટ્યા છે. પાટનગરમાં પરિસ્થિતિ વધુને વધુ ભયાવહ બની રહી છે ત્યારે ચૂંટણી પર હવે રોક લગાવવામાં આવે તો નવાઇ નહિ.

ચૂંટણી મોકૂફ રાખવાના એંધાણ વચ્ચે પણ ઉમેદવારોનો પ્રચાર શરૂ

ચૂંટણી મોકૂફ રાખવા અંગે સતત બેઠકો યોજાઇ રહી છે તેમ છતાં આજે સવારે મનપા વિસ્તારમાં ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરતા જોવા મળ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં પણ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર ચાલુ રખાતા લોકો પણ રોષે ભરાયા હતા અને ઉમેદવારોને સવાલો કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.