ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ જાન્યુઆરીના રોજ પંજાબના પ્રવાસે હતા, પરંતુ પંજાબમાં તેમની જાહેર સભાના સ્થળે પહોંચે તે પહેલાં જ તેઓએ 20 મિનિટ સુધી એક ઓવર બ્રીજ ઉપર ઊભા રહેવાની ફરજ પડી હતી આગળ ટ્રાફિકજામ હતો અને તેમનો કાર્યક્રમ તેઓ અડધો મૂકીને ત્યાંથી ભટીંડા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા અને એરપોર્ટના અધિકારીઓએ કહ્યું હતું કે, "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા" આવું નિવેદન કરીને તેઓએ પોતાની જાનના જોખમ અંગેની જાહેરાત (PM Narendra Modi Security Breach) કરી હતી, જેને ધ્યાનમાં લઇને આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર (Application to Gujarat governor) આપવા પહોંચ્યા હતા.
પીએમને જીવનુ જોખમ હતું : પાટીલ
પાટીલે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના પ્રવાસે (PM modi punjab visit) હતા અને તેઓએ ભટીંડામાં 20 મિનિટ સુધી એક અવાવરૂ જગ્યા ઉપર ઊભા રહેવાની ફરજ પડી હતી ત્યારે જે જગ્યા ઉપર ઊભા રહ્યા હતા, ત્યાં આજુબાજુમાં બિલ્ડીંગ પણ હતી જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને જોખમ હતુ ત્યારે આ સમગ્ર ઘટનાનું કાવતરુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કરેલ છે, જેથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે.
પંજાબના સીએમ રાજીનામુ આપે: ચન્ની
સી.આર.પાટીલ (C R patil on punjab incident)એ વધુમાં જણાવ્યું હતું કે, જે સમગ્ર ઘટના બની છે તે ઘટના સાંખી લેવાય તેવી નથી જ્યારે પંજાબ સરકારની જવાબદારી બને છે કે, વડાપ્રધાન આવતા હોય ત્યારે તેમની તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની રહે છે, પરંતુ પંજાબ સરકારે આવી કોઇપણ પ્રકારની વ્યવસ્થા કરી નથી, જેથી પંજાબના મુખ્યપ્રધાને પણ રાજીનામું આપવું જોઈએ આમ જાહેરમાં સીઆર પાટીલે પંજાબના મુખ્યપ્રધાનના રાજીનામાની માંગ કરી છે.
આ પણ વાંચો:
PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના
PM Modi rallies cancelled: ફિરોઝપુર અને લખનૌમાં PM મોદીની રેલીઓ રદ્દ