અરબી મહાસાગરમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં હિકા નામનું સાયક્લોન મુંબઈથી ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર ગુજરાતના દરિયા કિનારા સહિત સમગ્ર રાજ્યને અસર થશે. જે આગામી 4 દિવસ સુધી અસર વર્તાશે. જ્યારે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
29 સપ્ટેમ્બરના દિવસથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે ખૈલયાઓ પણ ગરબે ઘુમવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે ખૈલૈયાનો મૂડ વરસાદને કારણે ખરાબ થશે તેમ વર્તાય રહ્યું છે.