ETV Bharat / city

આવતી કાલે સાંજે જાહેર પ્રચારના પડઘમ શાંત થશે, ખાનગી બેઠકોનો દોર શરૂ થશે : જાણો અત્યાર સુધી કોણે કઈ રીતે કર્યો પ્રચાર - 11 વોર્ડ ની ચૂંટણી

3 ઓક્ટોબરના રોજ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે ત્યારે મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પડઘમ શાંત પડશે. રવિવારે ચૂંટણી છે ત્યારે શુક્રવારે સાંજે 6 વાગ્યા પછી જાહેર પ્રચારના પડઘમ શાંત પડશે અને ત્યાર બાદ ખાનગી બેઠકોનો દોર શરૂ થશે. એ પહેલા ત્રણેય પાર્ટીઓએ રેલીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જો કે એ બાદ ખાનગી બેઠકોનો દોર શરૂ કરવામાં આવશે.

આવતી કાલે સાંજે જાહેર પ્રચારના પડઘમ શાંત થશે, ખાનગી બેઠકોનો દોર શરૂ થશે : જાણો અત્યાર સુધી કોણે કઈ રીતે કર્યો પ્રચાર

author img

By

Published : Sep 30, 2021, 1:21 PM IST

  • આપનો જાહેર રસ્તાઓ પર ઝાડુ સાથે પ્રચાર
  • બીજેપી વધુ સંખ્યામાં ઉતાર્યા કાર્યકર્તાઓ
  • કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચાર અને સભાઓ શરૂ રાખી

ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ દ્વારા 11 વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે. ત્યારે આ ત્રણેય પાર્ટી દ્વારા શરૂઆતથી જ અલગ અલગ રીતે પ્રચારની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી આ બંને પક્ષોથી અલગ જ રીતે પ્રચાર કરતી આવી રહી છે, તો બીજેપી અને કોંગ્રેસ દ્વારા જૂની પ્રચારનિતી ચલાવવામાં આવી રહી છે. જોકે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોએ પણ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા. આ ઉપરાંત આ ત્રણેય પક્ષની પ્રચાર નીતિ પણ અલગ અલગ રહી છે.

આ પણ વાંચો : Mahant Narendra Giri case મામલે CBIએ રાત્રે 3 વાગ્યા સુધી આનંદગિરિની 8 કલાક પૂછપરછ કરી

આપ દ્વારા લોકોના ઘરોમાં જઈ જાહેર રસ્તાઓ પર કરવામાં આવી રહ્યો છે પ્રચાર

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર ચાર રસ્તા પર ઉભા રહી હાથમાં ઝાડૂ પકડી તેમજ બીજા હાથમાં આમ આદમી પાર્ટી નો ઝંડો લઈ લોકો સમક્ષ આપ ને મત આપો તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર ટ્રાફિક નું સંપૂર્ણ પાલન કરી સુરક્ષિત રહો તેવો મેસેજ પણ આપી રહ્યા છે. આ ઉપરાંત ડોર-ટુ-ડોર તમામ વોર્ડમાં ચારથી પાંચ વખત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ પ્રચાર કર્યો છે. આ ઉપરાંત સૌથી મોટી રેલી અત્યાર સુધી આમ આદમી પાર્ટીની વધુ જનમેદની સાથે ગઈકાલે પેથાપુરમાં આ પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા ની આગેવાની માં યોજવામાં આવી હતી. અત્યાર સુધી બીજેપી અને કોંગ્રેસ દ્વારા આ પ્રકારની રેલી સૌથી મોટી રેલી હોય તે પ્રકાર નથી યોજવામાં આવી જેથી પેથાપુર અને આજુબાજુના વોર્ડમાં તેનો પ્રભાવ પડી શકે છે.

બીજેપીએ પ્રચારમાં કાર્યકર્તાઓ વધાર્યા

બીજેપીએ વોર્ડ પ્રમાણે કાર્યકર્તાઓ પ્રચાર માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરતા સૌથી વધુ ઉતાર્યા છે. એક જ વોર્ડમાં 500થી લઇને 1000 જેટલા કાર્યકર્તાઓ સક્રિય રીતે પ્રચાર કરી રહ્યા છે. આ ઉપરાંત દરેક પ્રધાનમંડળમાં સામેલ પ્રધાનોને પણ વોર્ડ પ્રમાણે જવાબદારી સોંપાઈ છે. બીજેપીના દિગ્ગજ નેતા એવા સી.આર.પાટીલ પણ પ્રચાર મેદાનમાં ઉતરી પડ્યા છે. આ ઉપરાંત જ્યાં આપ, કોંગ્રેસ ડોર ટુ ડોર પ્રચાર માટે જાય છે ત્યાં બીજેપીના ઉમેદવારો પણ એક પછી એક વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને નવા વોર્ડમાં જે 18 ગામોનો સમાવેશ કરી સીમાંકન વધારવામાં આવ્યું છે ત્યા બીજેપીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો અત્યારથી જ લોકોમાં પોતાનો પ્રભાવ પ્રસ્થાપિત કરવાનું ચૂકતા નથી. કયા કામો અત્યાર સુધી કર્યા અને કયા કામો કરીશું તેના પેમ્પ્લેટો વહેંચી રહ્યા છે. જો કે તેમાં આર. એન્ડ. બીના કામોને પણ પોતાના કામો ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Cyclone Shaheen : "ગુલાબ" બાદ હવે અરબ સાગરમાં બની રહ્યુ છે ચક્રવાતી તોફાન "શાહીન"

કોંગ્રેસે બીજેપીની તમામ હરકત પર નજર રાખી વિરોધ કર્યો

કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં આવે તો, કોંગ્રેસ દ્વારા બીજેપી જે રીતે પ્રચાર કરી રહી છે. તેમાં, કેટલાક વિરોધ પણ કોંગ્રેસે કર્યા હતા. જેમ કે આર એન્ડ બી ના અને કોર્પોરેશનની ગ્રાન્ટના કામોમાં બીજેપીના ઉમેદવાર એ કર્યા છે. તેઓ પ્રસ્થાપિત કરતાં કોંગ્રેસે તેનો વિરોધ પણ ડોર ટુ ડોર અને સભાઓમાં કરી આડકતરી રીતે પોતાના કામો ગણાવી પ્રચાર કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા પર વધુ જોર આપ્યો છે. કેમ કે, છેલ્લા છ મહિનામાં ચૂંટણી સ્થગિત રહેતા આની પહેલા પણ પ્રચાર શરૂ રહ્યો હતો. અને, તેમાં વધુ રૂપિયાનો ખર્ચ પણ ઉમેદવારો તરફથી કરવામાં આવ્યો હતો. જેથી ડોર ટુ ડોર ઓછા ખર્ચે પ્રચાર કરવાનું અને સોશિયલ મીડિયા પર સક્રિય રહી પ્રચાર કરવાનું કોંગ્રેસે વધુ પસંદ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.