ગાંધીનગર : ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અત્યારે વાહનચાલકોને મહિના દિવસની રાહ (Driving License Waiting Period) જોવી પડે છે. તેમ છતાં પણ આરટીઓમાંથી લાયસન્સ તેમની પાસે પહોંચતું નથી. તેના સાચા કારણની વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી કંપની પાસે ચિપ (Driving license Chip)તૈયાર જ નથી, જેથી વાહનચાલકોને લાયસન્સ આપવામાં ખૂબ જ મોડું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરત શહેરમાં લાખોની સંખ્યામાં ડ્રાઇવિંગ લાઇસન્સ કરવાના બાકી છે. ત્યારે આજે રાજ્યકક્ષાના વાહન વ્યવહારપ્રધાન અરવિંદ રૈયાણીએ (Transport Minister Arvind Raiani) જણાવ્યું હતું કે આ સમસ્યાનો જલદીથી ઉકેલ લાવવામાં આવશે.
ચિપ પૂરતા પ્રમાણમાં નથી- રાજ્યકક્ષાના વાહનવ્યવહાર પ્રધાન અરવિંદ રૈયાણીએ (Transport Minister Arvind Raiani) માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે ચિપ (Driving license Chip)પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. નવી ચિપ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ચિપ લાયસન્સમાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે હવે ચિપ તૈયાર કરવામાં આવશે. તે વર્ષો સુધી ચાલે તેવી રીતે તૈયાર કરવામાં આવશે એટલે જ અત્યારે ચિપ બનવાની પ્રક્રિયામાં છે અને લાઇસન્સ ઇશ્યુ કરવામાં મોડું (Driving License Waiting Period)થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Gadkari in Lok Sabha: ટેસ્ટ વિના ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા પર લોકસભામાં ગડકરીની રમૂજ
લાયસન્સમાં ચિપ કેમ મહત્વની - લાયસન્સ માટે ગોલ્ડન કલરની ચિપ (Driving license Chip) આવે છે તે ખૂબ જ મહત્વની હોય છે. આ ચિપની અંદર લાયસન્સધારકના ફિંગર પ્રિન્ટ, આંખનું સ્કેનિંગ અને લાયસન્સધારકની તમામ પ્રકારની પર્સનલ વિગતો સમાયેલી હોય છે. આમ આ ચિપ લાયસન્સમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પહેલાના સમયમાં વાપરવામાં આવતી ચિપ લાઇસન્સમાંથી નીકળી જતી હતી અને લાયસન્સધારકોથી આવી ચિપ પડી પણ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે લેબોરેટરીમાં એક એવી ચિપ તૈયાર કરવામાં આવી રહી છે જેને આવનારા કેટલાય વર્ષો સુધી કંઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં અને લાયસન્સમાંથી નીકળે પણ નહીં. આ જ કારણથી અત્યારે લાઇસન્સની ડિલિવરી મોડી (Driving License Waiting Period)થઈ રહી હોવાનું કારણ રાજ્ય સરકારના રાજ્યકક્ષાના વાહન વ્યવહારપ્રધાન અરવિંદ રૈયાણીએ આપ્યું હતું.
આ પણ વાંચોઃ ઓનલાઈન એપ્લિકેશન પદ્ધતિથી RTOની કામગીરી બની સરળ અને પારદર્શી
છેલ્લા 30 દિવસથી લાયસન્સ ડિલિવરી ઘટી - લાયસન્સધારકોને 30 દિવસની અંદર અથવા તો મોડામાં મોડા પંદર દિવસની અંદર પોસ્ટ મારફતે તેમના નિવાસસ્થાને ડિલિવરી કરવામાં આવતી હતી. પણ હવે લાયસન્સની ચિપમાં (Driving license Chip) ઘટ હોવાને કારણે 30 દિવસથી લાયસન્સની ડિલિવરી ઘટી છે અને વેઇટિંગ પિરિયડમાં (Driving License Waiting Period) વધારો થયો છે.