ગાંધીનગર દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ તરીકેની સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે(Draupadi Murmu visit Gujarat ) આવી રહ્યા છે અને નવરાત્રીના આઠમાં નોરતે ગુજરાતની મુલાકાતે આવશે.માહિતી પ્રમાણે તેઓ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે એક નવી સ્પેશિયાલિટી હોસ્પિટલનું(Bhoomi Poojan of Civil Hospital complex ) ખાતમુહૂર્ત કરશે
બે દિવસના ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અગાઉ પદનામિત રાષ્ટ્રપતિ તરીકે 17 જુલાઈએ ગુજરાતના(Draupadi Murmu visit Gujarat) પ્રવાસે આવ્યા હતા. ત્યારબાદ 21 જુલાઈએ તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ફરી તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ ધણાં સ્થળોની મુલાકાત લેશે તેવી શક્યતાઓ છે.જેમાં તેઓ ગાંધીઆશ્રમની (Draupadi Murmu visit Gandhi Ashram)મુલાકાત લઇ શકે છે અને સિવિલ હોસ્પિટલ સંકુલના ખાતમુહુર્તના કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતાઓ છે. તારીખ 2 અને 3 ઓક્ટોબરે બે દિવસ ગુજરાત પ્રવાસે આવી શકે છે.
વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને તંત્રએ ડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ વખત મુર્મુ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.જેના કારણે તંત્ર દ્રારા અત્યારથી જ તૈયારીઓ આદરી દેવામાં આવી છે.
દ્રૌપદી મુર્મુ ગાંધી આશ્રમની મુલાકાત લેશે 2 ઓક્ટોબરના દ્રૌપદી મુર્મુ અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત(Draupadi Murmu visit Gujarat) લઇ શકે છે. 3જી ઓક્ટોબરે ગાંધીનગર નવા સિવિલ હોસ્પિટલના ખાત મુહર્તના કાર્યક્રમમાં હાજરી આપશે.એવી પણ સંભાવનાઓ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આદિવાસી સમાજના આગેવાનો સાથે પણ બેઠક યોજાઈ શકે છે.