- નારી શક્તિનાના પર્વ પર સેવા કરતા ડૉ. ચેતના બૂચે કરી ખાસ વાત
- ફૂડ પેકેટ્સ આપવા, દવાઓ પહોંચાડવી, આશ્રિતોને આશરો આપવો જેવા કામો કર્યા
- કોરોનામાં અવેરનેસ માટે ગરબા વખતે બેનર્સ લગાડી લોકોને ગાઈડ કરીશું
પ્રશ્ન: તમે કે તમારી સંસ્થા નવરાત્રિને કેવી રીતે ઉજવો છો ?
જવાબ: અમે ઘણા બધા વર્ષોથી જ્યોતિ મહિલા મંડળના માધ્યમથી ગાંધીનગરમાં 5 વર્ષની દીકરીથી લઇ 85 વર્ષના માટે ગરબા સ્પર્ધા કરતા આવ્યા છીએ. 1970 થી આ કાર્યક્રમ અમે કરીએ છીએ. શેરી ગરબા પણ અમે વિવિધ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે કરીએ છીએ. શરદપૂનમના પણ બેઠા ગરબા પણ કરીએ છીએ. ગરબા શણગાર સ્પર્ધા, દાંડિયા શણગાર સ્પર્ધા લોકો માટે કરીએ છીએ, નગરની સૌ બહેનો આ કાર્યક્રમમાં જોડાય તે હેતુથી અમે આયોજન કરીએ છીએ અને આ રીતે નવરાત્રી પર્વની ઉજવણી લોકો સાથે મળીને કરીએ છીએ.
પ્રશ્ન : આપ એક સામાજિક પ્રવુતિ સાથે જોડાયેલા છો, કોરોનાના કપરા કાળમાં કઈ કામગીરી કરી છે, જે લોકો માટે ઉપયોગી થઈ હોય ?
જવાબ: જ્યોતિ મહિલા મંડળ હર હંમેશ પાટનગરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતું આવ્યું છે. પૂર કે દુકાળની સ્થિતિ હોય કે પછી કોઈ પણ સામાજિક કામ હોય તે કર્યા છે. કોરોના સંક્રમણ દરમિયાન ફૂડ પેકેટ્સ આપવા, દવાઓ પહોંચાડવી, આશ્રિતોને આશરો આપવો, ઝુંપડામાં વસતા લોકોને પણ સેવા આપી છે. વિવિધ પ્રતિકારકની આયુર્વેદિક દવાઓ અને ઉકાળા લોકોને પહોંચાડ્યા છે. સગર્ભા બહેનોને સુખડી અને આયર્ન જેવો ખોરાક અમે પૂરો પાડ્યો છે.
પ્રશ્ન : નવરાત્રી છે, ત્યારે કોરોના ન ફેલાય ત્યારે તમારી સંસ્થા અને તમે કયા પ્રકારની તકેદારીનું ધ્યાન રાખો છો, લોકોને શું અપીલ છે ?
જવાબ: નવરાત્રી મહોત્સવ દરમિયાન બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થતી હોય છે, ત્યારે અમે નવરાત્રીનું જે આયોજન કરતા હોઈએ છીએ તેમાં એક હજારથી વધુ બહેનો એકત્રિત થાય છે. માટે જેથી અમારી આ ફરતા ગરબાની સ્પર્ધાને મોકૂફ રાખી છે. બાકીના શેરી ગરબા, બેઠા ગરબા, દાંડિયા સ્પર્ધા, સહિતની સ્પર્ધા ચાલુ રાખી છે અને આ કાર્યક્રમમાં પણ તેનું આયોજન કરવાના છીએ. ત્યાં પણ અવેરનેસ માટે બેનર્સ લગાડીશું અને ગાઈડ કરીશું કે, આપણા ઘર આંગણે તુલસી અને અરડૂસી છે તેના ઉકાળાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો, તંદુરસ્ત રહેવા યોગાસન, પ્રાણાયમ કરવા તેમજ જરૂરી સલાહ સુચન આપીશું. આ માટે અમે સેમિનાર અને ઓનલાઈન કાર્યક્રમો પણ કરીએ છીએ.
પ્રશ્ન : તમારો કોઈ ફેવરીટ ગરબો કે જે તમે ETV BHARAT ના દર્શકો માટે ગાવા માંગતા હોય ?
જવાબ: માનો ગરબો રે રમે રાજને દરબાર...