ગાંધીનગરઃ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભ 2022નો (Khel Mahakumbh 2022) પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આ વખતે ખેલ મહાકુંભ માટે 55 લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન (Khel Mahakumbh Registration) કરાવ્યું છે. આ ખેલ મહાકુંભની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ Khel Mahakumbh 2022: ખેલ મહાકુંભથી સારૂ સ્ટેજ મળશે, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ પ્રગતિ કરશે
આવતીકાલ સુધી કરી શકશો રજિસ્ટ્રેશન - રાજ્ય સરકારના નિર્ણય મુજબ, ખેલ મહાકુંભ 2022 (Khel Mahakumbh 2022) માટે રજિસ્ટ્રેશન વિન્ડો આજે (મંગળવારે) સવારે 10 વાગ્યાથી આવતીકાલે (બુધવારે) રાત્રે 11.59 વાગ્યા સુધી ખોલવામાં આવશે. આ અંગે રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi on Khel Mahakumbh) જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનો-રમતવીરોને પ્રોત્સાહિત કરવા આ ખેલ મહાકુંભ યોજાય છે. જોકે, સરકારે રજિસ્ટ્રેશન માટે વધુ 2 દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો (Registration window for Khel Mahakumbh) ફરીથી ઓપન કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ Khel Mahakumbh 2022:ખેલ મહાકુંભ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપ થશે
રમતવીરોમાં ખુશીનો માહોલ - રમતગમત પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષના ખેલ મહાકુંભમાં કેટલાક રમતવીરોને હજી રજિસ્ટ્રેશન કરાવવાની માગ આવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેના કારણે રમતવીરોમાં ખુશી અને રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. તો આ 2 દિવસ દરમિયાન ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને #khelmahakumbh2022 માટે રજિસ્ટ્રેશન વિન્ડો (Registration window for Khel Mahakumbh) ફરીથી ખોલવામાં આવશે. આ સાથે જ પ્રધાને રમતવીરોને અપીલ કરી હતી.