ETV Bharat / city

Doctors Strike Ends: ડોક્ટરો સામે સરકાર ઝૂકી, 30 એપ્રિલ સુધીમાં અન્ય પડતર પ્રશ્નો ઉકેલાશેઃ ઋષિકેશ પટેલ - સરકારી ડોક્ટરોની વિવિધ માગ

રાજ્યમાં સરકારી તબીબો છેલ્લા 5 દિવસથી હડતાળ કરી રહ્યા હતા. તેનો શુક્રવારે અંત (Doctors Strike Ends) આવ્યો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સાથે ડોક્ટરોની બેઠક પછી તેમના પ્રશ્નો અંગે ચર્ચા થતા (Meeting of doctors and health minister) હડતાળ સમેટી લેવાનાનો નિર્ણય કરવામાં આવ્યો (Hrishikesh Patel on Doctors issues) હતો.

Doctors Strike Ends: ડોક્ટરો સામે સરકાર ઝૂકી, 30 એપ્રિલ સુધીમાં અન્ય પડતર પ્રશ્નો ઉકેલાશેઃ ઋષિકેશ પટેલ

author img

By

Published : Apr 9, 2022, 11:41 AM IST

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી તબીબોની હડતાળનો શુક્રવારે અંત આવ્યો (Doctors Strike Ends) છે. તેઓ 5 દિવસથી હડતાળ પર હતા. 10,000થી વધુ ડોક્ટરો રાજ્ય સરકાર પાસે પડતર પ્રશ્નોની માગ કરી (Various Demands of Government Doctors) રહ્યા હતા. ત્યારે તેમણે શુક્રવારે ફરીથી રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સાથે બેઠક (Meeting of doctors and health minister) કરી હતી.

ડોક્ટરોએ આરોગ્ય પ્રધાન સાથે કરી બેઠક

ડોક્ટરોએ આરોગ્ય પ્રધાન સાથે કરી બેઠક - આ બેઠકમાં તમામ પ્રશ્નોની સફળતાપૂર્વક ચર્ચા કર્યા બાદ હડતાળ સમેટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડોક્ટરો હડતાળ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Hrishikesh Patel on Doctors issues) જણાવ્યું હતું કે, ડોક્ટર સાથેની ચર્ચા બાદ હડતાળનો અંત લાવવામાં આવ્યો છે અને 30 એપ્રિલ સુધી બાકીના તમામ પડતર પ્રશ્નોનો સુખદ નિરાકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો- Doctor Strike In Gujarat : હડતાળ છતાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળી તબીબી સુવિધાઓ

સરકારે કરેલા મહત્વના નિર્ણય - સરકારે ડોક્ટરો સાથે બેઠક બાદ (Various Demands of Government Doctors) કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા હતા, જેમાં 1 જૂન 2019થી 20 ટકા NPPA ચુકવવામાં આવશે. એરિયર્સના 5 સરખા તબક્કામાં ચૂકવણી કરવામાં આવશે. બેઝિક અને NPPA મહત્તમ મર્યાદા કેન્દ્ર સરકાર મુજબ 2,37,500 કરવામાં આવી છે. વર્ગ 1ના કરાર આધારિત માસિક ફિક્સ વેતન 84,000થી વધારીને 95,000 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે કરાર આધારિત MBBS ડોક્ટરોનું માસિક વેતન 63,000થી વધારીને 75,000 કરવામાં આવ્યું છે. આ સિવાય સેવા વર્ગ 1ના તબીબોને 8 વર્ષે ટીકુ કમિશનનો લાભ મળશે.

આ પણ વાંચોઃ Doctors Strike in Bhavnagar : ડોકટર હડતાળ વચ્ચે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સ્થિતિનું રિયાલિટી ચેક જુઓ

એક પણ દર્દીને તકલીફ નથી પડી - રાજ્યમાં સરકારી તબીબોએ હડતાળ (Doctors Strike Ends) કરી હતી. તે દરમિયાન અનેક દર્દીઓએ મુશ્કેલી સહન કરી હતી. આ અંગે અહેવાલો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે ડોક્ટર એસોસિયેશનના (Meeting of doctors and health minister) પ્રમુખ રજની પટેલે જણાવ્યું હતું કે, એક પણ વ્યક્તિને તકલીફ પડી નથી. જો કોઈ ડોક્ટર હડતાળ ઉપર જાય છે. તો તેની જવાબદારી અન્ય ડોક્ટર, રેસિડન્ટ ડોક્ટર અને સિનિયર ડોક્ટરને આપવામાં આવે છે.

હવે હડતાળ નહીં થાય - હડતાળ બાબતે ડોક્ટર એસોસિએશનના પ્રમુખ રજની પટેલે વધુમાં (Meeting of doctors and health minister) જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે ખાસ બેઠકમાં તમામ પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી છે અને તમામ પ્રશ્નોનો સુખદ ઉકેલ આવ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં હડતાળ નહીં થાય.

તમામ પ્રશ્નોનો અંત આવ્યો- ઉલ્લેખનીય છે કે, પડતર માગને કારણે ગુજરાત રાજ્યમાં ડૉક્ટરોએ 4 વખતથી વધુ વખત હડતાળ કરી નહીં. ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સમક્ષ નિવેદન (Hrishikesh Patel on Doctors issues) આપ્યું હતું કે, તમામ પ્રશ્નોનો સુખદ અંત (Doctors Strike Ends) આવ્યો છે અને હવે હડતાળ નહીં થાય. ત્યારે જો રાજ્ય સરકાર નિયમ અનુસાર અથવા તો કરેલ વાતચીત પ્રમાણે થોડું પણ મોડું થશે. તો ફરીથી ડોક્ટર પોતાના નિવેદનો ઉપર અડગ રહેશે કે નહીં તે જોવું રહેશે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.