ETV Bharat / city

વડોદરા: બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના અશાંત ધારા વિસ્તારોમાં વધારો, હરણી વિસ્તારમાં ધારો અમલી: પ્રદીપસિંહ જાડેજા - pradipsingh jadeja

રાજ્યના નાગરિકોને શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે. નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકત પચાવી ન પાડે તે માટે રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો અમલી કરવામાં આવ્યો છે.

disturbed area in vadodara
વડોદરાના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અશાંત ધારા વિસ્તારોમાં વધારો
author img

By

Published : Aug 22, 2020, 10:32 PM IST

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે. નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકત પચાવી ન પાડે તે માટે રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો અમલી કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડોદરાના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલી છે. આ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વધારો કરવાનો તથા હરણી પોલીસ સ્ટેશન હેઠળના તમામ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે

અશાંતધારા બાબતે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બને તે માટે વડોદરા શહેરના આ વિસ્તારોમાં મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે અશાંતધારો લગાવવાની નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યના મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ આ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાક ધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે. અસામાજિક તત્વોથી પીડિત નાગરિકોને સુખ-શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. આ વિસ્તારોમાં હવેથી મિલકતના વેચાણ માટે કદાચ આ અગાઉ વડોદરા કલેકટરની કાયદાની જોગવાઈઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.