ગાંધીનગર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે 10:30 કલાકે કેબિનેટ બેઠક યોજવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સપ્ટેમ્બર માસના અંતમાં 29 અને 30 તારીખનો કાર્યક્રમ (PM Modi Gujarat Visit) અને સુરક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત બજેટમાં કરેલ નવા કામોની જોગવાઈની મંજૂરી અને નવા પ્રોજેક્ટ બાબતે ચર્ચા (Discuss in Cabinet Meeting ) કરવામાં આવશે.
પીએમ મોદીના પ્રવાસનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Elections )ને લઈને દર મહિને ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit)આવી રહ્યા છે. અલગ અલગ ઝોનમાં મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ભાવનગર બસ સ્ટેન્ડનું લોકાર્પણ, સુરતમાં મહારેલી અને સભા ઉપરાંત અમદાવાદ મેટ્રો ટ્રેન લોકાર્પણ અને 36 નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેશે.જેને લઇ સુરક્ષા બાબતે બ્લ્યુ પ્રિન્ટ પર સમીક્ષા (Discuss in Cabinet Meeting ) કરવામાં આવશે.
બજેટની યોજનાઓના અમલીકરણ ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની સરકારે રજૂ કરેલા બજેટમાં તમામ બજેટની યોજનાઓ અને નવી યોજનાઓના અમલીકરણ ( Implementation of budget plans )થાય તે બાબતે આયોજન અને ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસોની જ વાર છે. ગમે ત્યારે દિવાળીની આસપાસ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે તાત્કાલિક ધોરણે બજેટમાં કરાયેલ અગત્યની અને મહત્વની યોજનાઓના અમલીકરણ બાબતની પણ ચર્ચા (Discuss in Cabinet Meeting ) કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.