ETV Bharat / city

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ, 8 ઓક્ટોબરથી 2000 ગ્રામ પંચાયતોમાં 20 સેવાઓ ઓનલાઈન કરાઈ

રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતાં માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’નો મંત્ર સાથે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ યુગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આજે સીએમ રૂપાણીએ પ્રથમ તબક્કામાં 2000 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં 20 જેટલી સેવાઓ ઓનલાઈન કરાવી છે. 8 ઓક્ટોબરથી સેવાઓ શરૂ થશે જ્યારે ડિસેમ્બર 2020 સુધીમાં 8000 જેટલા ગામડાઓમાં ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવશે.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ : 8 ઓક્ટોબરથી 2000 ગ્રામ પંચાયતોમાં 20 સેવાઓ ઓનલાઈન કરાઈ

author img

By

Published : Oct 6, 2020, 4:39 PM IST

ગાંધીનગર: રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિજિટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ગ્રામીણ નાગરિકોને રોજબરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થાય તેવા ભાવ સાથે પ્રાથમિક તબક્કે વિવિધ 20 જેટલી સેવાઓ આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આગામી 8 ઓકટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બર-2020 સુધીમાં વધુ 8 હજાર ગ્રામ પંચાયતોને આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સીએમ રુપાણી ડિજિટલ સેવાઓના પ્રારંભ માટે એક કાર્યક્રમમાં હાજર રહ્યાં

આ સેવા સેતુ કાર્યક્રમમાં 8 થી 10 ગામોનું કલસ્ટર બનાવી નિશ્ચિત દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ લોકોની રજૂઆતો, પ્રશ્નો, સમસ્યાઓ સૂલઝાવે એટલું જ નહી, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની સેવાઓ સ્થળ પર જ આપવાનો ઉદેશ્ય આ સેવાસેતુમાં દર્શાવેલો. રાજ્યભરમાં આવા 12,800 થી વધુ સેવાસેતુના તબક્કાઓ યોજીને 2 કરોડ લોકો-નાગરિકોને ઘરઆંગણે સેવાઓ મુખ્યપ્રધાનના દિશાદર્શનમાં પૂરી પાડવામાં આવેલી છે. આ વન ડે ગર્વનન્સનો ગુજરાત પ્રયોગ સમગ્ર દેશમાં જનહિત સેવા પ્રકલ્પમાં ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતને અગ્રીમ-લીડ લેવા સજ્જ કર્યુ છે.
2000 ગ્રામ પંચાયતોમાં 20 સેવાઓ ઓનલાઈન કરવાની જાણકારી આપતાં સીએમ રુપાણી
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની નવી પહેલ કરતાં ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડીને ભારત નેટ પ્રોજેકટ અન્વયે ડિજિટલ સેવા સેતુનો નવતર અભિગમ શરૂ કરીને તાલુકા-જિલ્લા સેવા કેન્દ્રોમાં મળતી સેવાઓ ગ્રામ્યસ્તરે સામાન્ય માનવીને તેની અનુકૂળતાએ અને નજીવી ફી દ્વારા ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવી છે. ગુજરાત સમગ્ર દેશમાં આ વ્યવસ્થા વિકસાવી ભારત નેટ ફેઇસ-ર માં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. ડિજિટલ સેવા સેતુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજ્યના ગામડાંઓમાં 100 MBPSના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે. અત્યાર સુધીમાં 32,961 કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા 23 જિલ્લાની 7692 ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. એટલું જ નહિ, દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે. આ અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર 20 રૂપિયાની નજીવી ફી થી મળશે. આ ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે અને Oaths Act 1969ની કલમ-3 ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે. ગામડાંનો સામાન્ય માનવી પણ પોતાને જરૂરી એવી સેવાઓના સર્ટિફિકેટ પોતાના મોબાઇલ ફોનમાં કોઇપણ સમયે કોઇપણ જગ્યાએ મેળવી શકે અથવા કયાંય આધાર-પૂરાવા તરીકે રજૂ કરી શકે તે માટે ભવિષ્યમાં ફિઝીકલ સાઇનને બદલે ઇ-સાઇન – E Sign દ્વારા સેવાઓ મંજૂર કરવાનો પણ અભિગમ અપનાવ્યો છે. આના પરિણામે સેવાઓ મંજૂર થાય એટલે સીધી જ જે-તે વ્યકિતના ડિજિલોકરમાં ઉપલબ્ધ થઇ જશે. ભવિષ્યમાં આ સમગ્ર સેવાઓને અન્ય વિભાગો સાથે ઇન્ટીગ્રેટ કરીને ડિજિલોકરને વધુ સક્ષમ પ્લેટફોર્મ આ ડિજિટલ સેવા સેતુ અન્વયે બનાવી શકાશે. આવનારા દિવસોમાં ડિજિટલ ટેકનોલોજીને એક સક્ષમ પ્લેટફોર્મ બનાવીને ડિજિટલ સેવા સેતુમાં રાજ્યના તમામ ગામોને તથા બહુધા સેવાઓને આવરી લેવાશે. સીએમ વિજય રૂપાણીના મિનીમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના મંત્રને આના પરિણામે વધુ બળ મળશે તેમ જ સરકારી કચેરીઓમાં હ્યુમન ઇન્ટરફેસ ઓછુ થઇ જશે અને કચેરીમાં ગયાં વિના જ ઘેરબેઠાં સુવિધા સેવા મળવાથી 100 ટકા ફેઇસ લેસ અને પેપર લેસ વર્કીંગ સિસ્ટમ ગુજરાતમાં અમલી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.