ગાંધીનગર :વિરોધ કરતાં કાર્યકરોમાંથી મળતી માહિતી પ્રમાણે મહેસાણા નગરપાલિકામાં અને કોંગ્રેસના સભ્યો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયાં હંતા અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે તેઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ત્યારે આ તમામ સભ્યો ઉપર પક્ષાંતર ધારો લાગુ કરવાની માગ સાથે મહેસાણા નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરવા માટે આવ્યાં હતાં. ત્યારે જ સચિવાલયના ગેટ નંબર 1ની બહાર તેઓએ પોસ્ટર સાથે સરકારના સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. વિરોધ થતાની સાથે જ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફરિયાદ અને રજૂઆત કરે તે પહેલાં જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.