ગાંધીનગર: 24 જાન્યુઆરીના રોજ 2 લોકશાહીના 2 મોટા નેતા અમદાવાદ ખાતે મળી રહ્યા છે. જે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. જેથી રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમમાં આવનારી સામાન્ય જનતા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિને સ્ટેડિયમ સુધી પહોંચવા માટે તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે 8 જિલ્લામાંથી કુલ 2,350 જેટલી બસની ફાળવણી કરી છે. આ ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઇએ તો કુલ 93 જેટલી પેરામેડિકલ સ્ટાફની ટીમને પણ દરેક પોઇન્ટ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
નમસ્તે કાર્યક્રમમાં કુલ 2 લાખથી વધારે લોકોની સ્ટેડિયમમાં હાજર રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં 8 જિલ્લામાંથી કુલ 1.10 લાખ જેટલી જાહેર જનતાના આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેડિયમ સુધી પહોંચવા માટે રાજ્ય સરકારે કુલ 2,350 જેટલી એસ.ટી બસ, 400 જેટલી ખાનગી બસો અને અન્ય 40 બસોને સ્ટેન્ડ બાઈ રાખી છે.
ક્યા જિલ્લામાંથી કેટલી બસો ફાળવવામાં આવી
જિલ્લો | બસની સંખ્યા |
અમદાવાદ | 650 |
ગાંધીનગર | 300 |
સાબરકાંઠા | 300 |
મહેસાણા | 300 |
બરોડા | 300 |
ખેડા | 200 |
આણંદ | 200 |
સૌરાષ્ટ્ર | 400 |
જાહેર જનતા એક સ્થળે મોટી સંખ્યામાં આવવાથી સરકારે આરોગ્યની દ્રષ્ટિએ પણ વિચારણા કરીને એક અદ્યતન પ્લાન બનાવ્યો છે. જેમાં 8 જિલ્લાની આરોગ્ય ટીમને કુલ 53 સ્થળ ઉપર રાખવામાં આવશે. આ ઉપરાંત કુલ 57 જેટલી આરોગ્યની ટીમ, 3 જેટલી પેરા મેડિકલ ટીમ અને 53 એમ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. જે દરેક ટીમમાં 1 MBBS ડૉક્ટર, 1 સ્ટાફ નર્સ અને 1 સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે.