ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે જાણસીની ખરીદી કરવામાં (tekana bhav year 2022 23) આવે છે, ત્યારે આ વર્ષે ટેકાના ભાવે ખરીદીની રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ, તા. 29 ઓક્ટોબર 2022થી 90 દિવસ સુધી કરવાનો રાજ્ય સરકારે ખેડૂતને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. (price support scheme PSS)
નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂક આ અંગે કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકારનું સઘન આયોજન છે. વર્ષ 2022-23માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂક કરવામાં આવી છે. ખેડૂતોએ તા.25 સપ્ટેમ્બરથી 24મી ઓકટોબર, 2022 દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે કરવામાં આવશે.
SMS થકી કરવામાં આવશે જાણ નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરાશે. જાણ કરાયેલા ખેડૂતોએ FAQ ગુણવત્તાવાળા પાકોના નિયત જથ્થા સાથે નિયત ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. સોમવારથી શુક્રવાર દરમિયાન સંજોગોવસાત નિયત દિવસે હાજર ન રહી શક્યા હોય તેવા ખેડૂતોને શનિવારના દિવસે વેચાણ માટે તક આપવામાં આવશે. વેચાણ કરેલા જણસીનું ખેડૂતોને ચુકવણું સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.
ટેકાના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ 5850 મગનો રૂ. 7755 અડદનો રૂ 6600 અને સોયાબિનનો રૂ 4300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. (tekana bhav online registration)
ગત વર્ષનો હિસાબ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22માં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ 2,65,558 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી કુલ 49,899 ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 558.53 કરોડ મૂલ્યના 95,230 મે.ટન મગફળીના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. ખરીફ વર્ષ 2021-22 માં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે કુલ 18,535 ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી. જે પૈકી કુલ 10,288 ખેડૂતોએ લાભ લીધો હતો. (PSS crop support price Purchase )
ટેકાના ભાવે ખરીદી આ ઉપરાંત લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 126.03 કરોડ મૂલ્યના 20,004 મે.ટન તુવેરના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જ્યારે રવિ સિઝન દરમિયાન વર્ષ 2020-21માં ચણાની ખરીદી માટે કુલ 3,38,777 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી કુલ 2,83,043 ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 2921.60 કરોડ મૂલ્યના 5,58,623 મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. tekana bhav gujarat