ETV Bharat / city

મહારાષ્ટ્ર સરકારને પાડી દેવા ઘેલા થયેલા પાટીલે યોગ કાર્યક્રમ પણ અધૂરો છોડ્યો... - CR Patil met Maharastra Government Leaders

મહારાષ્ટ્ર સરકારના 29 ધારાસભ્યોને સુરતની હોટેલમાં રાખવામાં આવ્યા (Maharashtra Government Leaders in Surat ) છે. ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પર ષડયંત્ર રચ્યાનો (Sanjay Raut on CR Patil ) આક્ષેપ કર્યો છે. બીજું શું કહ્યું તેમણે આવો જોઈએ.

મહારાષ્ટ્ર સરકારને પાડી દેવા ઘેલા થયેલા પાટીલે યોગ કાર્યક્રમ પણ અધૂરો છોડ્યો...

author img

By

Published : Jun 21, 2022, 12:56 PM IST

Updated : Jun 21, 2022, 3:50 PM IST

ગાંધીનગર: મહારાષ્ટ્ર સરકારના 29 જેટલા ધારાસભ્યો 20 જૂનથી સરકાર અને પક્ષના સંપર્કમાં (Maharashtra Government Leaders in Surat ) નથી. આ તમામ ધારાસભ્યો સુરત શહેરમાં આવેલી (Earthquake in Maharashtra Government) લિ મેરીયર્ડ હોટેલમાં રાખવામાં આવ્યા છે. તેવામાં મહારાષ્ટ્ર શિવસેનાના નેતા સંજય રાઉતે નિવેદન (Sanjay Raut on CR Patil) આપ્યું છે કે, મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનું ષડયંત્ર ગુજરાતના ભાજપ (Allegation of conspiracy against CR Patil) પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું જ છે. તેમણે જે પોતાના ગઢ સુરતમાં તમામ ધારાસભ્યોને રહેવાની વ્યવસ્થા કરી છે.

પાટીલે યોગ કાર્યક્રમ છોડ્યો - આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ગાંધીનગર ખાતે વહેલી સવારે યોગના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પરંતુ જે રીતે મહારાષ્ટ્ર સરકારમાં ચાલી રહ્યું હતું. તેને ધ્યાનમાં લઈને તૈયાર સી. આર. પાટીલે આ કાર્યક્રમ (CR Patil leaved Yoga Program) છોડ્યો હતો અને અચાનક જ તેઓ સુરત જવા નીકળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, સી. આર. પાટીલે મોડી રાત્રે મહારાષ્ટ્રના ધારાસભ્યો સાથે મુલાકાત પણ (CR Patil met Maharastra Government Leaders) કરી હતી અને ત્યારબાદ વહેલી સવારે સુરતથી ગાંધીનગર આવવા નીકળી ગયા હતા અને 11 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી.

આ પણ વાંચો- પાટીલ અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક, શિવસેનાના ધારાસભ્યો પાટીલને મળી શકે છે

મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યોને અમદાવાદ લવાય તેવી શક્યતા - મહારાષ્ટ્રથી નારાજ થયેલા તમામ ધારાસભ્યો (Earthquake in Maharashtra Government) અત્યારે સુરતની હોટેલમાં કેદ કરવામાં આવ્યા છે. ત્યારે ટૂંક સમયમાં જ 2 વાગે પત્રકાર પરિષદ કરીને તેઓને સુરતથી ગાંધીનગર અથવા તો અમદાવાદ ખસેડી શકાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. આમ, આ તમામ નારાજ ધારાસભ્યો ટૂંક સમયમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ઉદ્ધવ ઠાકરેની સરકાર પાડવાની તૈયારીઓ દેખાઈ રહી છે. જ્યારે મહારાષ્ટ્રના તમામ શિવસેના અને ભાજપના ધારાસભ્યોને મહારાષ્ટ્રમાંથી ખસેડીને સાણંદના રિસોર્ટમાં પણ રાખવામાં આવશે તેવી તૈયારીઓ ભાજપ ગુજરાતે શરૂ કરી છે.

આ પણ વાંચો- મહારાષ્ટ્રની સરકાર પાડવામાં સી. આર પાટીલનું જ ષડયંત્ર : સંજય રાઉત

પાટીલનાં પુત્રી મહારાષ્ટ્રના રાજકારણમાં - વર્ષ 2021માં મહારાષ્ટ્રમાં યોજાયેલી પંચાયત ચૂંટણીમાં સી. આર. પાટીલનાં પુત્રી ધરતી દોરે ધૂલે જિલ્લા પરિષદમાંથી ચૂંટણી જીત્યાં હતાં. ત્યારે પાટીલ આડકતરી રીતે મહારાષ્ટ્રના રાજકારણથી પણ વાકેફ છે. જ્યારે આ ચૂંટણીમાં સી.આર.પાટીલનાં પુત્રીએ શિવસેનાના ઉમેદવારોને ચૂંટણીમાં હાર આપી હતી.

મધ્યપ્રદેશ લઈ જવાય તેવી શકયતા - સુરતમાં શિવસેનાનું પ્રભુત્વ પણ જોવા મળે છે. ત્યારે આ ધારાસભ્યોને ગાંધીનગર અથવા અમદાવાદમાં લાવવાની તૈયારીઓ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યોને સુરતથી મધ્યપ્રદેશ ઇન્દોર પણ લઈ જઈ શકાય છે.

હું તો સુરત ગયો જ નથીઃ પાટીલ - મહારાષ્ટ્ર મામલે ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની ઘટનામાં હું ક્યાંય સામેલ નથી. જ્યારે મહારાષ્ટ્રમાં ચન્દ્રકાંત પાટીલ નામથી એક ધારાસભ્ય પણ છે અને તેણે આ ઘટનાક્રમ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે હું 2 દિવસથી સુરત ગયો પણ નથી અને આગામી બે દિવસ સુધી સુરત જવાનો પણ નથી. જ્યારે સુરતમાં મહારાષ્ટ્રના ધારાસભ્યો માટે હોટલની વ્યવસ્થા પણ મેં નથી કરી.

Last Updated : Jun 21, 2022, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.