ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 879 કોરોના પોઝિટિવ કેસ, 513 ડિસ્ચાર્જ, 13 મોત - ભારતમાં કોરોનાની મહામારી

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 879 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 13 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 41,906 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે રવિવારે 513 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

corona positive case in gujarat
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Jul 12, 2020, 7:54 PM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 152, સુરત મહાપાલિકા વિસ્તારમાં 205, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 68, સુરત 46, ભાવનગર કોર્પોરેશન 31, જુનાગઢ 29, મહેસાણા 23, રાજકોટ 23, રાજકોટ કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 21, અમદાવાદ 20, મોરબી 19, ગાંધીનગર 18, અમરેલી, ખેડા, વલસાડ 16-16, ભાવનગર 15, ભરૂચ 14, બનાસકાંઠા 13, જુનાગઢ કોર્પોરેશન 13, આણંદ 11, ગાંધીનગર કોર્પોરેશન 11, પંચમહાલ 10, દાહોદ 9, કચ્છ 7 વડોદરા 7, ગીર સોમનાથ 6, જામનગર કોર્પોરેશન 6, બોટાદ 5, પાટણ 4, છોટાઉદેપુર 3, સાબરકાંઠા 3, અરવલ્લી 2, તાપી 2 અને મહીસાગરમાં 1 કેસ સામે આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાનું સંકટ
રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 879 કોરોના પોઝિટિવ કેસ

આ સિવાય 67 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 2,047 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 23,095 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર રાજ્યમાં આજે રવિવારે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 205 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 46 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 251 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.