- પૂર્વ સચિવ કે. જી. વણઝારાએ આપ્યું નિવેદન
- ચૂંટણી પહેલા કોરોના લગભગ જતો હતો
- આગેવાનોએ ખુદ નિયમો પાડવાની જરૂર હતી
ગાંધીનગર: ગત વર્ષે કોરોનાએ ધૂળેટી પછી વકર્યો હતો. રાજકારણીઓ જ્યારે ચૂંટણી જીતી ગયા પછી સત્તા પર આવવાના હોય છે ત્યારે કોરોનાના આંકડા ઓછા હોય છે પરંતુ જેવી ચૂંટણી બાદ કોરોનાના આંકડા અચાનક વધી જાય છે. આ રમતના આંકડા સમજાતા નથી. આ પ્રકારના નિવેદન સાથેનો વીડિયો પૂર્વ સચિવ કે. જી. વણઝારાનો સામે આવ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર
ચૂંટણીમાં ગુજરાત કોરોનાના ખપ્પરમાં હોમાયું તે ના હોમાયું હોતઃ વણઝારા
પૂર્વ સચિવ વણઝારાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે જેમાં તેઓ બોલી રહ્યાં છે કે, મોટા આગેવાનો લોકોને કોરોનામાં શિખામણ આપે છે કે, આમ નહીં કરો. તેમ નહીં કરો પરંતુ ચૂંટણી સમયે તેમને ખુદ જો નિયમો પાળ્યા હોત તો ગુજરાત કોરોનાના ખપ્પરમાં હોમાયું તે ના હોમાયું હોત. આ તો એના જેવી વાત છે ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શીખામણ આપે તેના જેવી વાત છે.
સંસ્કૃતિ કુંજની અંદર હોળી, ધુળેટીનું આયોજન કર્યું
પૂર્વ સચિવ વણઝારાએ વધુમાં જણાવ્યું હતુ કે, તેમણે સંસ્કૃતિ કુંજની અંદર હોળી, ધુળેટીનું આયોજન કર્યું હતું. જેમાં ચૂંટણી પહેલા કોરોના ઓછો હતો એટલે આ આયોજન થયું હતું. હાલની પરિસ્થિતિ જોતા એક કવિતા યાદ આવે છે. નાની મુઠ્ઠી જવારની ચોરી કરે તો પોલીસ તેને પડકે છે પણ જે લોકો ગાડા ભરીને જવાર ચોરે તેને કોઈ પકડતું નથી અને તેઓ મહેફિલમાં મોજ કરે છે. આ પ્રકારની સ્થિતિ રાજનીતિએ ગુજરાત અને ભારતમાં કરી દીધી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના વચ્ચે લોકોએ પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણી
દુઃખ સાથે ભારે હૈયે આ વખતે ધૂળેટીની પરંપરા તોડી
પૂર્વ સચિવ વણઝારાએ વધુમાં જણાવ્યું હતુ કે, આ વખતની ધુળેટીનો તહેવાર કોરોના ના કારણે ઉજવ્યો નથી, નાના માણસોએ આ તહેવાર સમજી વિચારીને જ ઉજવ્યો નથી. આ વખતે તેઓ જુદી જુદી સ્પર્ધા, જમવાનું આયોજન રાખ્યું હતું. કોરોનામાં સંયમ રાખવાનો નિર્ણય તેમના પરીજનોએ લીધો હતો. અંતમાં તેમણએ જણાવ્યું હતુ કે, ભારે હૈયે આ પરંપરા તેમણે તોડવી પડી છે.