ETV Bharat / city

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના નવા 394 કેસ નોંધાતા ફફડાટ, અમદાવાદમાં કોવિડ કેસોનો રાફડો ફાટ્યો - આરોગ્ય વિભાગ ગુજરાત

ગુજરાતમાં ફરી એકવાર કોરોના (Corona In Gujarat) ડરાવી રહ્યો છે. રાજ્યમાં આજે 394 કેસ (Corona cases in Gujarat) આવતા ફફડાટ પેઠો છે. અમદાવાદમાં કોરોનાના 178 કેસો (Corona cases in Ahmedabad) સામે આવ્યા છે, ત્યારે ત્રીજી લહેરનો ડર જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં ઓમિક્રોનના 5 કેસો (Omicron cases in Gujarat) નોંધાયા છે. ઓમિક્રોનથી હજુ સુધી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી.

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના નવા 394 કેસ નોંધાતા ફફડાટ, અમદાવાદમાં કોવિડ કેસોનો રાફડો ફાટ્યો

author img

By

Published : Dec 28, 2021, 10:11 PM IST

ગાંધીનગર: કોરોનાના કેસોનો (Corona In Gujarat) આંક ડિસેમ્બર મહિનામાં જે રીતે વધ્યો છે તેનાથી ત્રીજી લહેરની શરૂઆત કહી શકાય, કેમ કેએક જ અઠવાડિયામાં 3થી 4 ઘણા કેસો (Corona cases in Gujarat) રાજ્ય અને કોર્પોરેશન વિસ્તારમાં વધી રહ્યા છે. 394 સામે 59 દર્દીઓને આજે સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. જેથી મોર્ટાલિટી રેશિયો છેલ્લા 10 દિવસમાં વધ્યો છે. બીજી બાજુ નેતાઓના સરઘસ અને શક્તિ પ્રદર્શન કોરોનાને નોતરી રહ્યા છે. આજ નેતાઓ પબ્લિકની વચ્ચે જઈ માસ્ક પહેરવાની અને તકેદારી રાખવાની શીખ આપતા હોય છે.

અમદાવાદ કોરાનાનું એપી સેન્ટર

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો (Corona cases in Ahmedabad)નો આંકડો 178 આવતા ફરી ત્રીજી લહેર (Corona third wave in Gujarat)નો ફફડાટ પેઠો છે. રાજ્યમાં કોરોનાના 394 કેસો આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તાર ફરી કોરોનાનું એપી સેન્ટર (Corona in Ahmedabad) બની રહ્યું છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં ઓમિક્રોનના નવા 2 કેસ (Omicron cases in Ahmedabad) આવતા ટોટલ 25 કેસ થયા છે. બીજી લહેરમાં જે રીતના કેસો આવવાની શરૂઆત થઈ હતી તે રીતે જ ડિસેમ્બર મહિનામાં કેસો ઝડપથી વધી રહ્યા છે. જો કે નિષ્ણાતોના જણાવ્યા મુજબ હજુ પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળશે. રાજ્યમાં એક્ટિવ કેસો (Corona active cases in Gujarat)નો આંક આજે 1420 સુધી પહોંચ્યો છે. જે ચિંતાજનક છે.

કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો

આજે 24 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 178, સુરત કોર્પોરેશનમાં 52 (Corona cases in Surat), વડોદરા કોર્પોરેશનમાં 34 કેસો (Corona cases in Vadodara), રાજકોટ કોર્પોરેશનમાં 35, તો ભાવનગર કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશનમાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 2 કેસો નોંધાયા છે. બાકીના 22 જેટલા જિલ્લામાં પણ કેસો નોંધાયા છે.

આજે 2.20 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન

કોરોનાના કેસોમાં એક બાજુ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ વેક્સિનેશન (Corona vaccination in Gujarat)નો 100 ટકાનો ડોઝ પૂરો કરવામાં ગુજરાત નજીક છે. આજે 2,20,086 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,88,20,452 ડોઝ આપવામાં આવ્યા છે. 10મી જાન્યુઆરીથી સિનિયર સિટીઝનને બૂસ્ટર ડોઝ (Booster Dose For Senior Citizens In Gujarat) આપવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 1,420 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 16 દર્દીઓ વેન્ટિલેટર પર અને 1,404 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,115 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,422 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ ઘટીને 98.61 ટકા સુધી પહોંચ્યો છે.

ગુજરાતમાં નવા 5 ઓમિક્રોન પોઝીટીવ કેસ નોંધાયા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા જોવા જઈએ તો ગુજરાતમાં કુલ ઓમિક્રોન પોઝિટિવના 78 કેસો અત્યાર સુધી નોંધાયા છે. જેમાં અત્યાર સુધી 24ને ડીશ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં મૃત્યુ એકપણનું નોધાયું નથી. જિલ્લાવાર વાત કરીએ તો આજે અમદાવાદમાં 2, વડોદરામાં 1, મહેસાણા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: Vaccination for children 2022: શાળા કોલેજોમાં શરૂ થશે રસીકરણના કેમ્પ, શાળાના સર્ટી પરથી અપાશે વેક્સીન

આ પણ વાંચો: BJP MP Breached Corona Guidelines 2021 : સૌરભ પટેલ પછી અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ભીડ ભેગી કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.