ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના (Corona In Gujarat) સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ (Corona Cases In Gujarat) આવી રહ્યા હતા, પરંતુ જાન્યુઆરીના પ્રથમ દિવસે જ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1069 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 23 નવા કેસ (Omicron Cases In Gujarat) નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 11 (Corona Cases In Ahmedabad), સુરત કોર્પોરેશન 04 (Corona Cases In Surat), આણંદ, કચ્છ અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 02 (Corona Cases In Vadodara), જ્યારે ખેડા અને રાજકોટમાં નવા વેરીયન્ટના 1-1 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં 136 કેસ નવા વેરિયન્ટના થયા છે, જેમાંથી 65 દર્દીઓને રજા આપવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat On Corona) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 559 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 156, વડોદરા શહેરમાં 61 અને રાજકોટમાં 41 કેસ નોંધાયા છે. આજે કુલ 103 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 1,52,072 નાગરિકોને વેક્સિન આપવામાં આવી
31 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કુલ 1,52,072 નાગરિકોને વેક્સિન (Vaccination In Gujarat)આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 19,728 નાગરિકોને પ્રથમ ડોઝ (Corona Vaccine First Dose In Gujarat) આપવામાં આવ્યો છે. 91,258 નાગરિકોને બીજો ડોઝ (Corona Vaccine Second Dose In Gujarat) આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 8,95,87,417 ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Omicron in Jamnagar: જામનગરમાં વિદેશથી આવેલી યુવતી અને વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત
રાજ્યમાં એક્ટિવ કેસ 3,927
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કોરોનાના કુલ 3,927 જેટલા એક્ટિવ કેસ (Corona Active Cases In Gujarat) છે, જેમાં 11 લોકો વેન્ટિલેટર પર અને 3,916 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,119 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ (Corona Death In Gujarat) નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કુલ 8,18,755 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.31 ટકા સુધી પહોંચ્યો છે.
કોરોનાની સ્થિતિને લઇને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરવામાં આવી હતી. બેઠકમાં સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગ (Corona Testing In Gujarat)ની કામગીરી વધુ વ્યાપક બનાવવા ખાસ ડોમ પણ જરૂર જણાયે ઉભા કરીને વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત રાજ્યના મહાનગરોમાં લોકોને પોતાની નજીકના સ્થળે પ્રાથમિક સારવાર, ટેસ્ટિંગ વગેરે સુવિધા મળી રહે તે હેતુસર ધનવંતરી રથ અને સંજીવની રથની સંખ્યા પણ વધારવાનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓ, ટેસ્ટિંગ કિટ અને માસ્ક સહિતનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તેની પણ મનોજ અગ્રવાલે CM ભૂપેન્દ્ર પટેલને આપી હતી.
આ પણ વાંચો: Corona cases in Gujarat: મહેસાણામાં કોરોના પોઝિટિવ દર્દી ફરાર થતા હોસ્પિટલ અને પોલીસ તંત્ર થયું દોડતું