ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (Corona third wave in Gujarat) હવે શરૂ થઈ ગઈ છે પ્રતિદિન 4 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સહિત રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને તમામ મ્યુનિસિપલ કમિશ્નર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહ્યા હતા, આજની બેઠકમાં તમામ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ (Corona In Gujarat), હોસ્પિટલની સુવિધા વ્યવસ્થા અને ટ્રેકિંગ-ટેસ્ટિંગ (Corona testing in Gujarat) બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ઓક્સિજન અને દવાઓ બાબતે ચર્ચા
CM ભૂપેન્દ્ર પટેલ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ CM ભૂપેન્દ્ર પટેલને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ (Vaccination Drive In Gujarat), ટ્રેસિંગ-ટ્રેકિંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ (Oxygen beds in Gujarat) વગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.
જિલ્લાઓને મદદ પહોંચાડવાનું સઘન આયોજન
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહીં સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.
2 હજાર કિલો ઉકાળા પહોચાડવામાં આવશે
કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે. તેનો પણ લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Department of Ayurveda State Government: અંબાજીમાં રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું
દર્દીઓનું મોનિટરિંગ કરો
CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા અને શહેરી તંત્રવાહકોને એવો અનુરોધ કર્યો કે, જે વ્યક્તિઓ હોમ આઇસોલેશન (Home isolation in Gujarat)માં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમિટ થયા હોય તેમનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે. આ ઉપરાંત સચિવાલયના સિનિયર અધિકારીઓને પણ રાજ્યના જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.
કયા અધિકારીને આપવામાં આવી કયા જિલ્લાની જવાબદારી
અમદાવાદ - મુકેશકુમાર, અમરેલી - સંદિપકુમાર, અરવલ્લી - રૂપવંતસિંહ, આણંદ - મોહમ્મદ શાહિદ, બનાસકાંઠા - વિજય નહેરા, બોટાદ - સંજીવ ગુપ્તા, ભરૂચ - શાહમીના હુસેન, ભાવનગર - સોનલ મિશ્રા, દાહોદ - રાજકુમાર બેનીવાલ, દેવભૂમિ દ્વારકા - ડીજી પટેલ, ડાંગ - જયપ્રકાશ શિવહરે, ગાંધીનગર - મિલિન્દ તોરવણે, ગીર સોમનાથ - હારીત શુક્લા, જામનગર - એની ઉપાધ્યાય, જૂનાગઢ - હારીત શુક્લા, કચ્છ - હર્ષદકુમાર પટેલ, ખેડા - રમેશચંદ્ર મીના, મહેસાણા - ધનંજય દ્વિવેદી, મોરબી - મનીષા ચંદ્રા, મહીસાગર - અશ્વિનીકુમાર, નર્મદા - પી ભારતી, નવસારી - કે.કે.નિરાલા, પંચમહાલ - રાજેશ માંજુ, પાટણ - મમતા વર્મા, પોરબંદર - રણજીત કુમાર જે, રાજકોટ - રાહુલ ગુપ્તા, સાબરકાંઠા - એસ મુરલી ક્રિષ્ના, સુરત - એમ. થેનારસન, સુરેન્દ્રનગર - રાકેશ શંકર, તાપી - સ્વરૂપ પી., બરોડા - વિનોદ રાવ, વલસાડ - કે.એમ.ભીમજીયાણી, છોટાઉદેપુર - મનીષ ભારદ્વાજ