ETV Bharat / city

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો, નવરાત્રી દરમિયાન કુલ 198 પોઝિટિવ કેસ સામે આવ્યા

રાજ્યમાં કોરોના કેસો (Corona Cases In Gujarat) ઘટતા જોઇને નવરાત્રી મહોત્સવ (Navratri)ની ઉજવણી માટે 400 વ્યક્તિની મર્યાદામાં ફક્ત શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હતી. જો કે નવરાત્રી દરમિયાન 9 દિવસમાં રાજ્યમાં કુલ 198 જેટલા કોરોના પોઝિટિવ કેસ (Positive Cases Of Corona) નોંધાયા છે અને એક્ટિવ કેસ (Active Cases Of Corona)ની સંખ્યા પણ 200ને પાર કરી ગઈ છે, ત્યારે ફરી એકવાર કોરોનાના કેસો વધશે તેવી ભીતિ વર્તાઈ રહી છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો

author img

By

Published : Oct 16, 2021, 2:14 PM IST

  • રાજ્યમાં નવરાત્રી દરિમયાન કોરોનાના કેસોમાં વધારો
  • નવરાત્રીના 9 દિવસમાં કુલ 198 પોઝિટિવ કેસ નોંધાયા
  • છેલ્લા 9 દિવસમાં કોરોનાથી 2ના મોત, એક્ટિવ કેસની સંખ્યા વધી

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ અને મે માસમાં કોરોનાની બીજી લહેરે (Second Wave Of Corona) આતંક મચાવ્યો હતો, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા હતા. જૂન-જુલાઈમાં કેસમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ઓક્ટોબરમાં નવ નિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નવરાત્રી (Navratri) મહોત્સવની ઉજવણી માટે 400 વ્યક્તિની મર્યાદામાં ફક્ત શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ નવરાત્રી દરમિયાન 9 દિવસમાં રાજ્યમાં કુલ 198 જેટલા કોરોના પોઝિટિવ કેસ (Positive Cases Of Corona In Gujarat) નોંધાયા છે.

કયા દિવસે કેટલા પોઝિટિવ કેસ નોંધાયા

નવરાત્રી દરમિયાન કયા દિવસે કેટલાક કેસ નોંધાયા તેની વાત કરીએ તો 7 ઓક્ટોબરના રોજ 20 કેસ નોંધાયા હતા અને 1 મોત નિપજ્યું હતું તેમજ 22 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે 8 ઓક્ટોબરના 19 કેસ - 0 મોત - 22 ડિસ્ચાર્જ, 9 ઓક્ટોબરે 24 કેસ - 1 મોત - 17 ડિસ્ચાર્જ, 10 ઓક્ટોબરે 18 કેસ - 00 મોત - 17 ડિસ્ચાર્જ, 11 ઓક્ટોબરે 21 કેસ - 00 મોત - 18 ડિસ્ચાર્જ, 12 ઓક્ટોબરે 22 કેસ - 00 મોત - 19 ડિસ્ચાર્જ, 13 ઓક્ટોબરે - 26 કેસ - 00 મોત - 20 ડિસ્ચાર્જ, 14 ઓક્ટોબરે 34 કેસ - 00 મોત - 14 ડિસ્ચાર્જ, 15 ઓક્ટોબરે 14 કેસ - 00 મોત - 17 ડિસ્ચાર્જ.

રાજ્યમાં એક્ટિવ કેસ 200ને પાર

સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં એક્ટિવ કેસ 125ની આસપાસ આવી ગયા હતા, પરંતુ જે રીતે રાજ્ય સરકાર દ્વારા અનેક છૂટછાટ આપવામાં આવી છે અને લોકો માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન નથી કરી રહ્યા ત્યારે રાજ્યમાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ સપ્ટેમ્બર માસમાં 15 જેટલા કેસો સામે આવી રહ્યા હતા, પરંતુ નવરાત્રીના પ્રથમ 3 દિવસમાં 19થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 14 ઓક્ટોબરે નવરાત્રીના છેલ્લા દિવસે 34 જેટલા કેસો નોંધાયા છે. ત્યારે રાજ્યમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 200ની પાર પહોંચી ગઈ છે. અત્યારે રાજ્યમાં 212 જેટલા એક્ટિવ કેસ છે.

રાજ્યમાં વેક્સિનેશનની પરિસ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 15 ઓક્ટોબર સુધીમાં કુલ 6,64,21,639 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે હેલ્થ કેર ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ 19,67,996ને, બીજો ડોઝ 18,33,325ને, 45 વર્ષથી વધુ વયના 16,94,0400ને પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ વયના 1,12,86,478ને બીજા ડોઝ, 18 વર્ષથી વધુ વયના 2,49,52,65718ને પ્રથમ ડોઝ, બીજો ડોઝ 93,50,622ને આપવામાં આવ્યો છે.

દિવાળી સુધી કરાશે 100 ટકા રસીકરણ

મહત્વની વાત કરવામાં આવે તો હવે દિવાળીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને રસીકરણ આપવાની પ્રક્રિયા પણ આરોગ્ય વિભાગ દ્વારા તેજ ગતિએ કરવામાં આવી છે. રોજના 3 લાખ લાખ નાગરિકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બાકી રહેતા પ્રથમ ડોઝ અને બીજા ડોઝના તમામ નાગરિકોને દિવાળી સુધીમાં 100 ટકા રસીકરણ કરી દેવામાં આવશે, જ્યારે દિવાળી સુધીમાં 100 ટકા રસીકરણ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મતદાર યાદીનો ઉપયોગ કરવાનું આયોજન પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ 212

આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લાના મેસવાણમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું, એક અઠવાડિયામાં 10 જેટલા પોઝિટિવ કેસ આવતા ચકચાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.