ETV Bharat / city

Corona audit in Gujarat Assembly : કોરોનાના લેખાજોખાં બહાર આવ્યાં, બાળકોને સહાય, કોરોના વોરિયર્સ અને ઓક્સિજનના ચૂકવણાંનો હિસાબ - Mukhyamantri baal seva Yojna

વિધાનસભામાં (Gujarat Assembly 2022 )કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોનાને લગતાં અનેક સવાલો (Question of Gujarat Congress in Gujarat Assembly) કર્યા હતાં. જેના સરકારે લેખિતમાં જવાબો આપ્યાં છે. કોરોનાના સરકારી લેખાજોખાંમાં કેવા કેવા આંકડાઓ (Corona audit in Gujarat Assembly) સામે આવ્યાં છે તે જાણવું જરુરી છે.

Corona audit in Gujarat Assembly : કોરોનાના લેખાજોખાં બહાર આવ્યાં, બાળકોને સહાય, કોરોના વોરિયર્સ અને ઓક્સિજનના ચૂકવણાંનો હિસાબ

author img

By

Published : Mar 23, 2022, 5:44 PM IST

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારીએ (Corona Pandemic )ગુજરાતની પરિસ્થિતિ બદલી નાખી હતી. ત્યારે આજે ગુજરાત વિધાનસભાગૃહમાં (Gujarat Assembly 2022 )પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોના ને લગતા અનેક સવાલો (Question of Gujarat Congress in Gujarat Assembly) કર્યા હતાં. જેમાં રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં જવાબો (Corona audit in Gujarat Assembly) આપવામાં આવ્યા છે .સાથે જ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સહાય યોજનામાં પણ હજુ પણ હજાર નવ જેટલી અરજીઓ પેન્ડિંગ છે. જ્યારે ઓક્સિજનના ચાર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું લેખિતમાં સામે આવ્યું છે.

જાણવા છતાં પણ રાજ્ય સરકારે ખૂબ જ મોડા ઓર્ડર આપ્યા હોવાના આક્ષેપો અમિત ચાવડાએ કર્યા

બાળ સહાય યોજનામાં હજુ 3009 અરજીઓ પેન્ડિગ - મુખ્યમંત્રી બાળ સહાય યોજના બાબતે ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાએ સરકારને સવાલ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું છે કે કોરોનાથી અનાથ-નિરાધાર થયેલ માતા કે પિતાને ગુમાવનાર બાળકોને મુખ્‍યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri baal seva Yojna)હેઠળ માતાપિતા બંનેનું અવસાન થયેલ હોય તો બાળકને માસિક 4000 રૂપિયા અને માતાપિતા પૈકી કોઈ પણ એક વાલીનું અવસાન થયેલ હોય તેવા બાળકને માસિક 2000ની સહાય ચૂકવવામાં આવે છે. જ્યારે 31 ડિસેમ્બર 2021 સુધીમાં આ યોજના હેઠળ 27,694 અરજીઓ મળેલ છે, તે પૈકી 20,970 અરજીઓ મંજૂર અને 3665 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે ઉપરાંત 3009 અરજીઓ પડતર (Corona audit in Gujarat Assembly)છે.

હજુ 14 કોરોના વોરિયર્સના આશ્રિતોને સહાય બાકી - વિધાનસભા ગૃહની પ્રશ્નોતરીમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે ઉત્‍પન્‍ન થયેલ સંજોગોમાં આવશ્‍યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્‍યાન આરોગ્‍ય વિભાગના સંક્રમિત થયેલ 94 કોરોના વોરીયર્સને સહાય ચૂકવવામાં આવેલ છે. જ્યારે 14 કોરોના વોરીયર્સના આશ્રિત કુટુંબને 7 કરોડ રૂપિયા ચૂકવાના બાકી (Corona audit in Gujarat Assembly) છે.

કરોડો રૂપિયાની કીટ ખરીદવામાં આવી - જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ ટેસ્ટ કીટ માટે પ્રશ્ન કર્યા હતાં. જેમાં કોરોના ટેસ્‍ટ માટે વર્ષ 2020 અને 2021 માં આરટીપીઆર ટેસ્‍ટ માટેની 72,03,000 કીટ અને રેપીડ ટેસ્‍ટ માટેની 1,59,70,000 કીટ ખરીદવામાં આવી તે માટે અનુક્રમે રૂ.26,41,78,758 અને 291,45,82,000 કીટ ખરીદવામાં આવી છે. જ્યારે વિરોધ પક્ષના ધારાસભ્ય અમિત ચાવડા આક્ષેપ કર્યો હતો કે માર્ચ મહિનામાં lockdown જાહેર કર્યું તેમ છતાં પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં ટેસ્ટીંગ કીટ માટેના ઓર્ડર (Corona audit in Gujarat Assembly) આપવામાં આવ્યાં હતાં.આમ જાણવા છતાં પણ રાજ્ય સરકારે ખૂબ જ મોડા ઓર્ડર આપ્યા હોવાના આક્ષેપો પણ અમિત ચાવડાએ કર્યા છે..

આ પણ વાંચોઃ જાણો સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 તૈયાર કરનારી કંપની માલિકે શું કહ્યું?

વેન્ટિલેટર નવા ખરીદવામાં આવ્યા - પોતાની પ્રથમ અને બીજી લહેરમાં વેન્ટિલેટરની ઘટ સામે આવી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે વેન્ટિલેટરના પ્રશ્નમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 2020 અને 2021 માં મે. એચ.એલ.એલ. લાઈફકેર લિ. સપ્‍લાયર મારફત ધમન-1, ધમન-3, આગવા, અલાઈડ, બેલ, સ્‍વાસીત, લાઈફવેન્‍ટ અને અન્‍ય મળીને કુલ 7412 વેન્‍ટીલેટર દાનમાં મળેલ છે. જ્યારે 2305 નંગ વેન્‍ટીલેટર રૂ 125,13,48,534ના ખર્ચે ખરીદવામાં આવેલ છે. સૌથી વધુ ભાવ સીલ્‍લર હેલ્‍થકેર ઈન્‍ડીયા પ્રા. લિ. પાસેથી પ્રતિ નંગ 11,24,283 લેખે ખરીદી (Corona audit in Gujarat Assembly) કરવામાં આવેલ છે.

ઓક્સિજનના પૈસા ચૂકવવાના બાકી - વિધાનસભા ગૃહની પ્રશ્નોતરીમાં કાળાભાઈ ડાભીએ પણ પ્રશ્ન પૂછ્યો હતો. રાજ્ય સરકારેે લેખિતમાં જણાવ્યું છે કે વર્ષ 2020 અને 2021 માં 4,76,74,047 કયુબિક મીટર, 50,53,347 લિટર, 53,78,158 કિલો અને 93 મેટ્રીક ટન લીકવીડ ઓકસિજનની ખરીદી કરવામાં આવી. તે પેટે રૂપિયા 154,59,62,788 કરોડ ચૂકવવાના થાય છે. તેમાં રૂપિયા 150,49,05,698 કરોડ રૂપિયા ચૂકવવામાં આવેલ છે જ્યારે 4,10,57,090 હજુ પણ ચૂકવવાના બાકી છે.

મ્યુકોરમાઇકોસીસમાં પણ કરોડોની ખરીદી - પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસીસની બીમારીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે માટે 3,53,034 નંગ વાયલ (ઈંજેકશન) ખરીદવામાં આવ્‍યા હતાં. તે માટે સરકારે 96,28,43,409 કરોડની ચૂકવણી (Corona audit in Gujarat Assembly) કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગત વર્ષે વેન્ટિલેટર, આ વર્ષે ઓક્સિજન: અછતને કઈ રીતે દૂર કરી રહ્યું છે ભારત ?

કોરોનામાં મોદી મોડલ નિષ્ફળ - કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતાં કે કોરોનાની મહામારીમાં ભાજપની ગુનાહિત પ્રવૃત્તિને કારણે કેટલા એ નાગરિકોના મૃત્યુ થયા છે. 3 લાખના મૃત્યુ થયા હોવા છતાં પણ સરકારે આંકડા છુપાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આજે આંકડાઓનો પર્દાફાશ થયો છે. સરકાર તો માત્ર 10 હજાર લોકોનાં મૃત્યુના આંકડા કહેતી હતી,પરંતુ આજે સાચા આંકડા (Corona audit in Gujarat Assembly) બહાર આવી ગયા છે અને તે વાતથી મોદી મોડલ નિષ્ફળ ગયું છે. સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ અનુસાર કોરોના મૃત્યુ પામેલા લોકોને સહાય આપવા માટે સરકારે જે કામ શરૂ કર્યું હતું તેમાં 1 લાખ 17 હજાર લોકોને આ સહાય આપવામાં આવી છે. જો દસ હજાર લોકોના મૃત્યુ થયા હતા તો આટલી મોટી સહાય કેવી રીતે અપાય તેઓ પણ એક પ્રશ્ન કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.