- મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
- રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કરફયૂની સમય મર્યાદામાં 31 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવી
- 20 જુલાઈ 2021થી રાજ્યમાં વોટર પાર્ક્સ અને સ્વિમિંગ પુલ 60 ટકા કેપેસિટી સાથે શરૂ
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કમિટીમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં 8 મહાનગરપાલિકા જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે.
સિંગલ ડિજીટમાં કેસ આવવાના કારણે નિયંત્રણમાં કર્યો ઘટાડો
બુધવારે વોટરપાર્કના માલિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ આજે કુલ કમિટીમાં રાજ્યમાં વોટર પાર્ક અને સ્વીમીંગ પુલ પણ શરૂ કરવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. આમ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થવાના કારણે તમામ જિલ્લાઓમાં single digit માં કેસ આવવાના કારણે રાજ્ય સરકારે પણ નિયંત્રણમાં ઘટાડો કર્યો છે.
કોર કમિટીમાં લીધેલા મહત્વના નિર્ણયો
- 20 જુલાઇ-2021થી રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ 60 ટકા કેપેસિટી સાથે શરૂ.
- 20મી જુલાઇ-2021થી પ્રાઇવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એસીમાં 100 ટકા પેસેન્જર અને એસીમાં 75 ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે.
- વોટર પાર્કસ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જીસમાંથી મુક્તિ માત્ર ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આવકારવામાં આવશે.
- 20મી જુલાઇ-2021ના રાત્રે 10 કલાકથી 1 ઓગસ્ટ-2021 સવારના 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે 10થી સવારે 6 સુધી રાત્રિ કરફયૂ અમલમાં રહેશે.
- રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા 20 જુલાઇ-2021 થી તેની ક્ષમતાના 60 ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.
- સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ 31 જુલાઇ-2021 સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે અન્યથા આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહિ.
- પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એસી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે, પરંતુ આવી સેવાઓમાં પ્રવાસીઓને ઉભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એસી સેવાઓ તેની ક્ષમતાના 75 ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. તમામ ડ્રાઇવર અને કંડકટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલો હોય તે અનિવાર્ય રહેશે.
વીજ ફિક્સ બાબતે નિર્ણય લેવાયો
રાજ્યમાં હોટલ, રિસોર્ટસ-રેસ્ટોરન્સ અને વોટર પાર્કસને એક વર્ષ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવા અગાઉ 7મી જૂને નિર્ણય કરેલો છે. આ મુજબ રાજ્યમાં વોટર પાર્કસ માટે પણ ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ જ આકારવામાં આવશે, પરંતુ ફિકસ ચાર્જ લેવાશે નહિ.