ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે આજે સ્પષ્ટ બહુમતી હતી. એક અપક્ષ સહિત 16 સભ્યો કોંગ્રેસના હતા જ્યારે ભાજપના બે અપક્ષ સહિત 11 સભ્યો હતા. પરંતુ સમગ્ર સિસ્ટમની વિરુદ્ધ જઈને ભાજપના સભ્યોએ રદ કરવામાં આવેલા 6 સભ્યોને મતદાન કરવા દેવામાં આવે તેવી માગ મૂકી હતી. સભાખંડની અંદર ખુશીઓ ઉછાળવામાં આવી હતી, માઇક તોડવામાં આવ્યાં હતાં. આ પરિસ્થિતિ વચ્ચે સામાન્ય કોવિડનું ઉદાહરણ મૂકીને ચૂંટણી અધિકારી તરીકે રહેલા કલોલના પ્રાંત ઓફિસર અલ્પેશ જોષીએ આ ચૂંટણી પ્રક્રિયાને મોકૂફ રાખી હતી.
તાલુકા પંચાયત ચૂંટણી અધિકારીના વિરોધમાં કોંગ્રેસ ધરણા કરશે : સી. જે. ચાવડા - Gandhinagar Talika Panchayat
ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખને અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમાં ભાજપનું વરવું સ્વરૂપ જોવા મળ્યું હતું. માત્ર સભાખંડમાં હોબાળો મચાવીને સમગ્ર પ્રક્રિયાને બંધ રાખનાર ચૂંટણી અધિકારી અને કલોલના પ્રાંત ઓફિસર અલ્પેશ જોશીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે. ત્યારે આવતીકાલ ગુરુવારથી કોંગ્રેસ પ્રાંત અધિકારીની કામગીરીના વિરોધમાં ધરણા કરશે તેમ ગાંધીનગર ઉત્તરના કોંગી ધારાસભ્ય સી.જે.ચાવડાએ કહ્યું હતું.