ETV Bharat / city

વિધાનસભામાં લવ જેહાદ બિલ: કોંગી ધારાસભ્યોનો એકસૂર, બિલમાં ક્યાંય લવ જેહાદ શબ્દ જ નથી - Congress Opposes Love Jihad Bill

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્ર્ય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલને ફાડીને સરકાર સામે બિલનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ કહ્યું કે, રાજ્ય સરકાર આને લવ જેહાદનો કાયદો તો ગણાવી રહી છે, પરંતુ બિલમાં એક પણ જગ્યાએ લવ જેહાદ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો જ નથી. ધર્મના આધારે બિલ લાવવું યોગ્ય નથી.

વિધાનસભામાં લવ જેહાદ બિલ
વિધાનસભામાં લવ જેહાદ બિલ
author img

By

Published : Apr 1, 2021, 6:53 PM IST

  • લવ જેહાદ શબ્દનો ઉપયોગ બિલમાં કોઈ જ્યાએ કરવામાં આવ્યો જ નથી
  • એક વર્ષમાં 100થી વધુ મુસ્લિમ યુવતીઓએ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન માટે નોંધણી કરાવી
  • ગુજરાતના ગૃહ મંત્રાલય કાયદાઓ બનાવે છે પરંતુ અમલવારી થતી નથી: ગ્યાસુદ્દીન શેખ

ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ના વધુ સુધારા માટે રજૂ કરવામાં આવ્યું હતું. બિલને લઈને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આજનું બિલ ઐતિહાસિક છે. જેમાં ગુજરાતની દિકરીઓને ગેરમાર્ગે જતી અટકાવવામાં આવશે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા ધર્મ સ્વતંત્ર્ય સુધારણા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ગૃહમાં જમાલપુર-ખાડિયાનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલની કોપી ફાડીને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો.

વિધાનસભામાં લવ જેહાદ બિલ અંગે કોંગ્રેસના ધારાસભ્યોના મંતવ્યો

મુસ્લિમ સમાજની યુવતીઓ પણ હિન્દુ યુવક સાથે લગ્ન કરી રહી છે: ઈમરાન ખેડાવાલા

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલનો વિરોધ કરતાં કહ્યું કે, હિન્દુ સમાજની દિકરીઓની વાત કરવામાં આવી રહી છે. પરંતુ દરેક સમાજની દિકરીઓ લવ જેહાદનો ભોગ બની રહી છે. જેમાં મુસ્લિમ સમાજની યુવતીઓ પણ હિન્દુ યુવક સાથે લગ્ન કરી રહી છે. 100 થી વધુ મુસ્લિમ દિકરીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કર્યા હોવાની કલેકટર કચેરીમાં અરજીઓ આવેલી છે. આ લગ્ન જો પરિવાર સાથે યુવક અને યુવતીની સંમતિથી થતા હોય તો યોગ્ય છે, પરંતુ ગૃહમાં ભાજપ દ્વારા એક જ ધર્મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોય તેવી રીતના કાયદો લાવવામાં આવ્યો હોવાથી કોંગ્રેસ દ્વારા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દિકરીઓના બળજબરીથી ધર્મ પરિવર્તનનો સતત વિરોધ કરે છે. તેમાં કોઈપણ એક ધર્મને ટાર્ગેટ કરી શકાય નહીં. સાઉદી જેવા કાયદાઓ ગુજરાતમાં પણ બનાવવામાં આવે. પરંતુ તે કાયદાઓ દરેક સમાજ માટે લાગુ પડવા જોઈએ. એમ કહીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ગ્રુપમાં બિલ ફાડ્યું હતું.

લવ જેહાદ બિલ અંગેના અન્ય સમાચાર:

આ બિલ પાસ થયું નથી, જેથી તે માત્ર કાગળ જ છે: પરેશ ધાનાણી

બિલ ફાડવાના મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, અમારી દિકરીઓ ઉપર થઈ રહેલા અન્યાય સામેનું આ બિલ છે. આ ગુજરાતની દિકરીઓની લાગણીઓને તોડવાનું કામ કરવામાં આવ્યું છે. ઈમરાન ખેડાવાલા ફક્ત પોતાની વાહવાહી કરવા માટે બિલ ફાડી રહ્યા છે. તો આ તરફ બિલ ફાડવાના મુદ્દે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું કે, વિધાનસભા ગૃહમાં ભાજપ દ્વારા પણ અનેક વખત બિલ ફાડવામાં આવ્યા છે અને બિલને પણ સળગાવવામાં પણ આવ્યા છે. વિધાનસભામાં હજુ સુધી આ બિલ પાસ થયું નથી. જેથી તે માત્ર કાગળ જ છે અને ઈમરાન ખેડાવાલા દ્વારા ફક્ત કાગળ ફાડવામાં આવ્યું છે.

ભાજપની સરકાર જોરથી બોલે છે, ખોટું બોલે છે અને વારંવાર બોલે છે: ગ્યાસુદ્દીન શેખ

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ સુધારા બિલને લઈને પોતાનો મત રજૂ કરતા કહ્યું કે, વર્ષ 2003માં પસાર કરવામાં આવેલા બિલમાં જોગવાઈ કરવામાં આવી હતી કે, કલેક્ટર આ પ્રકારના કિસ્સામાં પગલા ભરી શકે છે. પરંતુ ફરીથી આ બિલ 2012માં કેમ લાવવામાં આવી રહ્યું છે? આ બિલમાં ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ગ્યાસુદ્દીન શેખે વધુમાં કહ્યું કે, ભાજપની સરકાર જોરથી બોલે છે, ખોટું બોલે છે અને વારંવાર બોલે છે. તે જ રીતે છેલ્લા 15 વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે અને બિલ પાસ કરવામાં આવે છે. પરંતુ તેની અમલવારી રાજ્યમાં થતી જ નથી. ચૂંટણી આવી રહી હોવાથી સરકાર નવા નવા બિલથી લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર પ્રહાર કરતા કહ્યુ કે, શા માટે ગૃહમંત્રી હિન્દુ યુવતીઓ કહે છે? તેમણે હિન્દુસ્તાની યુવતીઓ કહેવી જોઈએ. કારણ કે, આ બિલમાં કોઈ પણ એક એક જ ધર્મની વાત કરવામાં આવી નથી. તમામ ધર્મની દિકરીઓની વાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.