ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે દિવસો અને મહિનાઓ ગણાય રહ્યા છે, ત્યારે જે ઉમેદવારો પોતાની દાવેદારી કરી રહ્યા છે તેઓ પણ રાજકીય પક્ષોમાં પોતપોતાની રીતે ગોઠવણમાં લાગી ગયા છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગ યોજાશે ત્યારે ગાંધીનગરમાં ભૂતકાળમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે કલોલમાં ગાંધીનગર લોકસભામાંથી ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ભાજપને જીતવા માટેનું આવાહન કર્યું હતું ત્યારે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય સી. જે. ચાવડાએ પણ મહત્વની જાહેરાત કરી છે.
વર્ષ 2017 ની ચૂંટણીમાં કરી હતી જાહેરાત ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કાર્યકર સંમેલનમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય સીજે ચાવડાએ ગાંધીનગરના ટાઉનહોલ ખાતે મળે કાર્યકારોની જીતની ઉજવણીમાં જાહેરાત કરી હતી કે, વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભાની બેઠક ખાલી કરશે. તેઓ વર્ષ 2022ની ચૂંટણી ગાંધીનગરથી નહીં લડે.
આ પણ વાંચો પાટણમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે બંધ બારણે લોકસભા કોર કમિટીની યોજી બેઠક
ઉત્તર ગુજરાત તરફ જશે સી.જે.ચાવડા ગુજરાત વિધાનસભાને લઈને જણાવ્યું હતું કે, વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ જે જાહેરાત કરી હતી. તે વચન હું હવે પાળીશ અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હું આ બેઠક ખાલી કરીશ અને આ બેઠક પરથી ચૂંટણી નહીં લડવું. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સીજે ચાવડા હવે ઉત્તર ગુજરાત તરફની વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડશે. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો હિંમતનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ વધુમાં વધુ રહેલી છે.
આ પણ વાંચો ભાજપ સરકારના બે નેતાઓના ખાતા પરત લેવાતા કોંગ્રેસે કર્યા આકરા પ્રહારો
સી.જે.ચાવડા પછી કોણ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર હાલ ધારાસભ્ય તરીકે સીજે ચાવડા છે. જ્યારે વર્ષ 2017ને વિધાનસભાની ચૂંટણીની જીતની ઉજવણીમાં સી. જે. ચાવડાએ જાહેરાત કરી હતી કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી તેઓ આ બેઠક ઉપરથી નહીં લડે ત્યારે વર્ષ 2022માં સીજે ચાવડા પછી કોંગ્રેસ પક્ષકોને મેન્ડેડ આપીને ઉમેદવાર તરીકે જાહેરાત કરશે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના જ રહેવાસી એવા નિશિત વ્યાસ આ બેઠક પર પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. જ્યારે ત્યારબાદ ગાંધીનગર જિલ્લા પ્રમુખ ચાવડા પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. Gujarat Assembly Election 2022 MLA CJ Chavda announced Congress regarding Assembly elections Assembly Elections 2022 Gujarat Election 2022