ETV Bharat / city

કોંગ્રેસને રાજકીય પોલિયો થયો છે: નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસને રાજકીય પોલિયો થયો છે અને તમામ બાબતમાં કોંગ્રેસને વિરોધ કરવાની આદત છે.

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી

author img

By

Published : Mar 9, 2021, 10:17 PM IST

  • વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી
  • કોંગ્રેસને રાજકીય પોલિયો થયો છે: નીતિન પટેલ
  • તમામ બાબતમાં વિરોધ કરવાની આદત: નીતિન પટેલ

ગાંધીનગર: કોરોનાના કપરાકાળમાં અનેક મુશ્કેલીઓ સામે ઝઝુમીને રાજ્ય સરકારે શ્રેષ્ઠ સગવડો અને સર્વશ્રેષ્ઠ સારવાર પૂરી પાડી હતી. હાલના રસીકરણના તબક્કે પ્રજામાં કોઈ ડર કે ભ્રમ હોય તો તે અંગે જાગૃતિ લાવવામાં યોગદાન આપી રસીકરણના અભિયાનને સફળ બનાવવા સંદર્ભે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ વિધાનસભા ગૃહમાં લેવાયેલા સંકલ્પની ચર્ચામાં ભાગ લેતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાના કપરાકાળમાં રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં દરરોજ મળતી કોર ગ્રુપની બેઠકમાં અનેક જનહિતલક્ષી નિર્ણયો લેવાયા હતા. તેને પરિણામે જન આરોગ્ય સુખાકારી સુદ્રઢ બનાવી કોરોનાને નિયંત્રણમાં લાવવા સવિશેષ સફળતા મળી છે.

આ પણ વાંચો: ભાજપનો ‘સંકલ્પ પત્ર’ Vs કોંગ્રેસનો ‘જન આવાજ’

નાગરિકોને લોકડાઉનમાં તમામ સગવડો આપી

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના સૌ જન પ્રતિનિધિઓએ દિવસ-રાત જોયાં વગર કે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર કરેલી નાગરિકોની સેવા અભિનંદનને પાત્ર છે. લોકડાઉન દરમિયાન નાગરિકોને નાસ્તા-પાણી અને ભોજન ઉપરાંત રહેવા માટેની સગવડ પુરી પાડી તથા પરિવહનની સેવા પુરી પાડી હતી. જન પ્રતિનિધિઓએ સર્વોત્તમ કાર્ય કર્યુ હતું. એટલું જ નહી, આ તમામ તબક્કે મીડિયાના સૌ મિત્રોએ પણ સુપેરે પોતાની જવાબદારી નિભાવી તે બદલ નીતિન પટેલે તેમનો પણ આભાર માન્યો હતો.

દેશમાં વેક્સિન બની તે ગૌરવની વાત

‘આત્મનિર્ભર ભારત’ મિશનને સાચા અર્થમાં સાકાર કરી દેશના વૈજ્ઞાનિકોએ જે વેક્સિન બનાવી તે સૌ દેશવાસીઓ માટે ગૌરવની બાબત છે. તે ઉપરાંત સમગ્ર વિશ્વમાં સૌથી સસ્તી રસી દેશવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતનો વિકાસ કઇ રીતે કરવો તે ભાજપ સારી રીતે જાણે છે: યમલ વ્યાસ

વેક્સિનની કિંમત મુદ્દે ચર્ચા

નીતિન પટેલે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતમાં 2550 જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સિનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે. અમારા કાર્યકરો ઠેર-ઠેર સિનિયર સિટિઝનોને સન્માનપૂર્વક સહાયરૂપ થવા સુપેરે જવાબદારી નિભાવી રહ્યા છે. તે પણ અભિનંદનને પાત્ર છે. કોવિડ-19 મહામારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા રસી ઉપલબ્ધ થઈ ગયેલી છે. રસીકરણના કાર્યક્રમને 4 નિષ્ણાંત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતને ઉપલબ્ધ થઈ છે.

એક દિવસમાં 16 લાખ લોકોને વેક્સિન આપી શકાય તેવી વ્યવસ્થા

રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં 16000 વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં 100 લોકોને રસી અપાતાં પ્રતિદિન 16 લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર તથા 2189 કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે. 6.3 લાખ ફ્રન્ટ લાઈન વર્કર્સ તેમજ 50 વર્ષથી વધુ વયની 1.3 કરોડ વ્યક્તિઓ અને બિમારી ધરાવતી 50 વર્ષથી ઓછી વયની 2.68 લાખ વ્યક્તિઓની માહિતી એકત્ર કરવામાં આવી છે.

ડોકટર એવી વેક્સિન બનાવે કે આ કોંગ્રેસનો પોલિયો દૂર થાય: નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસને રાજકીય પોલિયો થયો છે. હવે ડોકટરને કહેવું છે કે એવી વેક્સિન બનાવે કે આ કોંગ્રેસનો પોલિયો દૂર થાય. કોરોના વેક્સિનમાં રાજકારણ, કોરોના કાળમાં સહાય મુદ્દે રાજકારણ કરતાં હોવાના આક્ષેપ પણ વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.