ગાંધીનગરઃ ગુજરાત કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ (Congress Former Leader Hardik Patel) આજે (ગુરુવારે) વિધિવત રીતે ભાજપમાં જોડાઈ (Hardik Patel joins BJP) ગયા છે. સાથે જ કૉંગ્રેસને એક જ દિવસમાં 2 ઝાટકા લાગ્યા છે. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાને હાર્દિક પટેલનું ભાજપમાં (BJP welcomes Hardik Patel in Party) સ્વાગત કર્યું હતું. હાર્દિકે ભાજપમાં જોડાઈને 'પ્રાણ જાય પણ વચન ન જાય' કહેવતને ખોટી સાબિત કરી બતાવી છે. તો હવે હાર્દિક પટેલ ભાજપ માટે વિભીષણ સાબિત થશે. જે રીતે વિભીષણે તેમના ભાઈ રાવણની અંગત વાત ભગવાન શ્રીરામને જણાવી હતી. તે જ રીતે હવે હાર્દિક પટેલ પણ કૉંગ્રેસની નબળાઈ ભાજપ સામે મૂકી દેશે.
આ પણ વાંચો- ભાજપ પાર્ટીમાં જોડાણ પહેલા હાર્દિક પટેલે કર્યું આ ખાસ કામ
ભાજપને અપશબ્દો કહેવાની વાત પર હાર્દિક પટેલે શું કહ્યું - ભાજપના નેતા હાર્દિક પટેલે (Hardik Patel on BJP Joining) પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારોને 2 મહિનામાં નોકરી અપાવીશું. ભાજપને અપશબ્દો કહેવાની વાત પર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ઘરનો દીકરો માબાપ સાથે માગણી કરી શકે. અમારું આંદોલન સરકાર સામે હતું. જોકે, અમારી વાત સરકારે માની છે. અમારું આંદોલન જનહિત માટે હતું. વ્યક્તિગત સ્વાર્થ માટે નહતું. એટલે આંદોલન અમે કર્યું પણ ફાયદો જનતાને થયો.
ભાજપમાં સૈનિકની ભૂમિકામાં જોડાયો છું - ભાજપ નેતા હાર્દિક પટેલે (Hardik Patel joins BJP) વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્ર અને રાજ્યનું હિત માત્ર એક જ પાર્ટી કરી શકશે તે ભાજપ છે. મારા પિતાએ વર્ષ 1990માં ભાજપને મદદ કરી હતી. જ્યારે રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે આપણે એક સૈનિક બનવાની પણ જરૂર હોય છે. એટલે હું આજે સૈનિકની ભૂમિકામાં જોડાયો છું.
કૉંગ્રેસ પર પ્રહાર - ભાજપમાં આગમન પછી ભાજપના નેતા હાર્દિક પટેલે (Hardik Patel joins BJP) જણાવ્યું હતું કે, વર્ષ 2015માં સમાજ હિતની ભાવના સાથે આંદોલનની શરૂઆત કરી હતી. જનહિતમાં કંઈક સારું કામ થાય તે ભાવના સાથે હું કોંગ્રેસમાં જોડાયો હતો. તે પાર્ટીમાં જે અનુભવ કર્યા તેનાથી દુઃખી થયો હતો. મેં કૉંગ્રેસમાં અનેક રજૂઆત કરી તેમ છતાં તેઓ તેને અવગણતા જ રહ્યા. એટલે છેવટે મેં કૉંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો- હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટરો લાગ્યાં, લોકોને કેમ લાગી નવાઇ?
અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાય - ભાજપ નેતા હાર્દિક પટેલે (Hardik Patel joins BJP) વધુમાં ઉમેર્યું હતું કે, હું રામસેતુની ખિસકોલી બનીને કામ કરવાનો પ્રયાસ કરીશ. રાષ્ટ્ર નિર્માણના ભગીરાથ કાર્યનું કામ કરીશ. હું પાર્ટીના સામાન્ય કાર્યકર્તા બનીને કામ કરતો રહીશ. ભાજપે ગુજરાત અને દેશ માટે જે કામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેની અંદર માત્ર હાર્દિક પટેલ નહીં, પરંતુ ગુજરાતના કરોડો લોકો આ રાષ્ટ્ર હિતના ભગીરથ કામમાં સહયોગ આપવા માટે તત્પર છે. અન્ય પાર્ટીના નેતાઓને કહેવા માગું છું કે, રાષ્ટ્રના આ ભગીરથ કાર્યમાં તમે પણ રાજીનામું આપી ભાજપમાં જોડાઓ.
-
राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा।
— Hardik Patel (@HardikPatel_) June 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा।
— Hardik Patel (@HardikPatel_) June 2, 2022राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा।
— Hardik Patel (@HardikPatel_) June 2, 2022
જેની સામે બાંયો ચડાવી તેનો જ ખેસ પહેરી લીધો - હાર્દિક પટેલ એક સમયે ભાજપ પર પ્રહાર કરતા થાકતા જ નહતા. ભાજપના એક પણ નેતા એવા નહીં હોય જેમની પર પ્રહાર તેમણે ન કર્યા હોય. ત્યારે હવે આજે હાર્દિક પટેલે અને ભાજપના નેતાઓ સત્તાવાર રીતે એક મંચ પર જોવા મળ્યા હતા. ગાંધીનગરમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા તે સમયે પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.