ETV Bharat / city

Assembly election 2022 : કોંગ્રેસે તૈયારીના ભાગ રૂપે બેઠક યોજી, રાજ્યના 18000 ગામડાઓમાં જઈ કરશે ચર્ચા - Gandhinagar News

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે આજે બુધવારે કોંગ્રેસના આગેવાન નેતાઓ વચ્ચે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના રોડમેપ બાબતે પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હોવાનું નિવેદન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું હતુ. જ્યારે કેમપેયીન, ઉમેદવારીની પસંદગી આ તમામ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે.

Congress leaders
Congress leaders
author img

By

Published : Jun 16, 2021, 7:36 PM IST

  • વિધાનસભા 2022ની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ નેતાઓની મળી બેઠક
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને મળી બેઠક
  • વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ બાબતે પ્રાથમિક ચર્ચા

ગાંધીનગર : વર્ષ 2022 સુધી વિધાનસભાની ચૂંટણીને હજી 15 મહિનાની વાર છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 15 જૂનના રોજ ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ આજે બુધવારે કોંગ્રેસના આગેવાન નેતાઓ વચ્ચે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના રોડમેપ બાબતે પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હોવાનું નિવેદન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું હતુ. જ્યારે કેમપેયીન, ઉમેદવારીની પસંદગી આ તમામ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે. જ્યારે આવનારા સમયમાં આ બેઠક ફરીથી મળશે.

વિધાનસભા 2022ની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ નેતાઓની મળી બેઠક

વિધાનસભા 2022નો રોડ મેપ બાબતે પ્રાથમિક ચર્ચા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીઓના ભાગરૂપે આજે બુધવારે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક ધોરણે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ વર્ષ 2020માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ જશે, તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

કોવિડ-19માં મૃત્યુ પામનારા સ્વજનોના પરિવારની મુલાકાત લેવાશે

અમિત ચાવડા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાથી જે વ્યક્તિના મૃત્યુ થયા છે, તેવા તમામ લોકોના પરિવાર સાથે કોંગ્રેસના નેતાઓ મુલાકાત કરશે અને સાંત્વના પાઠવશે. ગુજરાત સરકાર પર અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે, જેટલા મોત કોરોના કરતાં વધારે મોત તો ગુજરાત સરકારના કામગીરીના સંકલનના અભાવે થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કાર્યક્રમ આવનારા 7 દિવસમાં જાહેર કરવામાં આવશે.

ક્યાં મુદ્દાઓ પ્રાથમિક તબક્કે કર્યા તૈયાર

વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓની યોજાયેલી બેઠકમાં પ્રાથમિક તબક્કે અમુક મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મોંઘવારી પેટ્રોલ-ડીઝલના ભાવ શિક્ષણ ફી જેવા મુદ્દાઓ અત્યારે તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે આવનારા સમયમાં કોંગ્રેસની NSUI દ્વારા શિક્ષણની ફી માફી બાબતે આંદોલન કરવામાં આવશે. જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા, મોંઘવારીને લઇને પણ હવે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રધાનમંડળના વિસ્તરણ અંગે આપી માહિતી, જાણો શું કહ્યું...

કોંગ્રેસ જશે રાજ્યના 18,000 ગામડાઓમાં

અમિત ચાવડાએ સરકાર વધુ આક્ષેપ કર્યા હતા કે, સરકારમાં કોઈપણ સંકલન નથી, ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યના તમામ 18000 ગામમાં જઈને તમામ મુદ્દા ઉપર ચર્ચા કરશે. જેમાં ખેડૂતો બેરોજગાર નાના વેપારીઓ પાથરણા બજારવાળા રીક્ષા એસોસિએશન હીરાના કારીગરો આ તમામ લોકો સાથે બેઠકો યોજીને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવશે. આમ કોંગ્રેસ પક્ષ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની તમામ મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરશે.

આ પણ વાંચો : દેશને ભાજપના જૂઠાણાંની નહીં, ઝડપી અને પૂર્ણ રસીકરણની જરુર છેઃ Rahul Gandhi

સંગઠનમાં કરાશે ફેરફાર

હવે ચાવડા વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. જ્યારે તાલુકા લેવલથી જિલ્લા પંચાયત સુધી તમામ જગ્યાએ કોંગ્રેસના સંગઠનમાં જ્યાં જરૂર જણાય ત્યાં ફેરફાર કરવામાં આવશે. આ ઉપરાંત સંગઠનને લાગતા ટ્રેનિંગના કામ અને સંગઠન વધુ સક્રિય બને તે બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.