- ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર
- સૌથી છેલ્લે જાહેર થયા કોંગ્રેસના ઉમેદવારો
- 1 એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 18 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે કોંગ્રેસે પણ ભાજપ અને આપ પાર્ટી બાદ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. 11 વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ પાર્ટીએ બે વોર્ડના નામ જાહેર કરવાના બાકી રાખ્યા છે. વોર્ડ નંબર-1 અને વોર્ડ નંબર-6ના ઉમેદવારો હજુ જાહેર થવાના બાકી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આ નામોની યાદી જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: રાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ
કોંગ્રેસે ચૂંટણી જીતવા એડી-ચોટીનું જોર લગાવવું પડશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમજ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે. જેથી તેમના માટે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવી જરૂરી છે. ગાંધીનગરની ચૂંટણી જીતવી ઘણી મહત્વની છે. જોકે કોંગ્રેસ દ્વારા પહેલા ઉમેદવારો જાહેર થાય તેવી શક્યતા હતી, પરંતુ તેમને રાહ જોઈને ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસની રણનીતિ આ ચૂંટણીમાં અલગ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં કોંગ્રેસનો વોકઆઉટ