ETV Bharat / city

શું ખરેખર રાજ્યના માથે તોળાઈ રહ્યું છે વીજ સંકટ, ઊર્જા પ્રધાને અચાનક કેમ વીજળી સાચવીને વાપરવાની આપી સલાહ... - ગુજરાત વિધાનસભામાં વીજળીનો મુદ્દો

રાજ્યમાં ગરમી વધતા વીજ વપરાશ પણ વધ્યો (Power consumption increased in Gujarat) છે. તેના કારણે સરકારે પણ હવે કોલસાની ખરીદીમાં વધારો કર્યો છે. કોલસાની અછત છતાં સરકારે 500 મેટ્રિક ટન વધુ કોલસો ખરીદી (Coal revenue increased in Gujarat) કરી છે.

રાજ્યના માથે તોળાઈ રહ્યું છે વીજ સંકટ, ઊર્જા પ્રધાને શા માટે વીજળી સાચવીને વાપરવાની આપી સલાહ...

author img

By

Published : Apr 30, 2022, 3:31 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં ઉનાળાની ગરમી તમામ લોકોને સતાવી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં 1 મે સુધી એલર્ટ જાહેર કર્યું છે. ગરમીના કારણે વીજ વપરાશમાં વધારો (Power consumption increased in Gujarat) થયો છે. ત્યારે રાજ્ય સરકારે કોલસાની ખરીદીમાં વધારો (Coal revenue increased in Gujarat) કર્યો છે. ઊર્જા વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ગયા મહિનાની તુલનામાં 1,700 મેગા વોટ વપરાશ સામે 2,200 મેગા વોટ વીજળી સપ્લાય થઈ રહી છે. ત્યારે સરકારે કોલસાની ખરીદીમાં 500 મેટ્રિક ટનનો વધારો કર્યો છે.

સરકારે 500 મેટ્રિક ટન કોલસો ખરીદી કરી - રાજ્યમાં વીજળીનો વપરાશ સતત વધી (Power consumption increased in Gujarat) રહ્યો છે અને કોલસાની અછત વચ્ચે રાજ્ય સરકારે 500 મેટ્રિક ટન વધુ કોલસાની ખરીદી કરી છે. સરકારે પણ કોલસા ખરીદવા માટે વધારાના ઓર્ડર (Order of Gujarat Government for purchase of coal) આપ્યા છે. આમ, રાજ્યમાં આગામી 4 મહિના સુધી કોલસાની કોઈ પણ પ્રકારની અછત સર્જાશે નહીં.

રાજ્યમાં ખાનગી કંપનીઓ કરી રહી છે વીજ ઉત્પાદન - ગુજરાત વિધાનસભામાં (Electricity issue in the Gujarat Legislative Assembly) જાહેર થયેલા આંકડા પ્રમાણે, ગુજરાતમાં આશરે કુલ 600 જેટલી કંપનીઓ વિવિધ પ્રોજેક્ટ હેઠળ વીજળી ઉત્પાદન કરે છે. તેની સાથે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા લાંબા ગાળાના વીજ ખરીદી કરાર પણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Gujarat Coal Scam: મલાઈ કોને મળી? કોલસા કૌભાંડ મામલે અર્જુન મોઢવાડિયાના સરકાર પર આકરા પ્રહાર

ક્યારે, કેટલી વીજળી ખરીદવામાં આવી - વર્ષ 2019-20માં (Power consumption increased in Gujarat) 8,819 મિલિયન યુનિટ 4.86 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે, વર્ષ 2020-21માં 8,265 મિલિયન યુનિટ વીજળી 4.85 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે અને જુલાઈ 2021 સુધીમાં 4,331 મિલિયન યુનિટ વીજળી 4.20 રૂપિયા યુનિટના ભાવે ખરીદવામાં આવી છે. આમ, રાજ્ય સરકાર અદાણી પાવર પાસેથી છેલ્લા 2 વર્ષમાં 1,929 કરોડ રૂપિયાની વીજળી ખરીદે છે.

આ પણ વાંચો- ગુજરાતમાં વીજળી કે કોલસાની જરાય અછત નથી, વાપીમાં નાણા પ્રધાન કનુ દેસાઈનું નિવેદન

સરકારે કંપનીઓ પાસેથી વસૂલ્યો દંડ - બીજી તરફ રાજ્ય સરકારે એસ્સાર પાવર કંપની પાસેથી પાવર સપ્લાય ન કરવા બદલ તગડી પેનલ્ટી પણ વસૂલ કરી છે. તેમાં સરકારે આ કંપની પાસેથી વર્ષ 2020માં 149 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. તેમાં 37 કરોડ રૂપિયા વ્યાજપેટે વસૂલ થયા છે. આમ, એસ્સાર પાવર કંપની પાસેથી રાજ્ય સરકારે પાવર સપ્લાય કરવા બદલ છેલ્લા 2 વર્ષમાં 235 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

અગ્રણી કોર્પોરેટ પાસેથી વીજ ખરીદી - વીજળી ખરીદીની વાત (Power consumption increased in Gujarat) કરીએ તો, રાજ્ય સરકાર અને ગુજરાત તેમ જ દેશની સૌથી મોટી કંપની એવી રિલાયન્સ, અદાણી અને એ સ્ટાર પાસેથી વીજળીની ખરીદી કરી રહ્યાં છે. જ્યારે ભાવની વાત કરીએ તો મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર 4થી 5 રૂપિયા પ્રતિ યુનિટની ખરીદી કરવામાં આવી રહી છે. આમ, રાજ્ય સરકાર દ્વારા પોતાના યુનિટ બંધ કરીને ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદી કરી રહ્યાં હોવાના પૂરાવા સાથેની ચર્ચા અનેક વખત વિધાનસભા ગૃહમાં (Electricity issue in the Gujarat Legislative Assembly) પણ ગાજી છે.

સરદાર સરોવરની વીજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભાગે - કેવડિયા ખાતે સરદાર સરોવર બંધ ખાતે 4 જેટલા વીજ ઉત્પાદક યુનિટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે, પરંતુ શરત પ્રમાણે, ગુજરાત રાજ્યને નર્મદાનું પીવાનું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યારે નર્મદા ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આપવામાં આવે છે. આમ, ગુજરાતમાં ઉત્પન્ન થતી વીજળી કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વહેંચવામાં આવે છે. તેમાં મધ્યપ્રદેશને 57 ટકા, મહારાષ્ટ્ર 27 ટકા અને ગુજરાતને 16 ટકા વીજળી મળે છે. તો વીજળી ઉત્પાદન માટે 6 ટર્બાઈન પ્લાન્ટ 1,450 MW વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે વર્ષમાં કુલ 1 બિલિયન કિલો વૉટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ માહિતી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની સાઇટ પરથી પ્રાપ્ત થઈ છે.

યુનિટદીઠ વીજળીની ચૂકવણી - અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ વર્ષ 2019-20માં 3.82 પ્રતિ યુનિટ, વર્ષ 2020-21માં 3.29 પ્રતિ યુનિટનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.

વર્ષ 1965નો નિયમ 2022માં લાગુ - વર્ષ 1965માં દેશના તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ દેશને ધ્યાનમાં લઈને ફક્ત એક ટાઈમ ખાવા માટેની સૂચના અને ટકોર કરી હતી, જેથી અનાજ બચાવી શકાય. તેવી જ રીતે હવે ગુજરાત રાજ્યના કેબિનેટ ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજળી બચાવવા માટે AC સહિતના તમામ વીજળી ઉપકરણો ઓછા વાપરવાની સૂચના અને સલાહ ગુજરાત રાજ્યના જાહેર જનતાને આપી છે. આમ, વીજળીના વધુ બચત થાય અને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય. તેને ધ્યાનમાં લઈને ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ મહત્વ નિવેદન કર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળી, પરંતુ ઉદ્યોગોને વીજકાપ નહીંં તેવી જાહેરાત પણ કનુ દેસાઈએ વિધાનસભા સત્ર (Electricity issue in the Gujarat Legislative Assembly) દરમિયાન કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.