- પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન
- CM રૂપાણીએ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે માઘવસિંહને આપી શ્રદ્ધાંજલિ
- શંકરસિંહ વાઘેલાએ માધવસિંહ સોલંકી સાથેના સ્મરણો વાગોળ્યા
ગાંધીનગર : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના દિગજ્જ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારના રોજ નિધન થયું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. ત્યારે કેબિનેટ બેઠક પૂર્ણ કરીને સીધા માધવસિંહ સોલંકીના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે કમલમ ખાતેથી બેઠક પડતી મૂકીને ભાજપ પ્રદેશ પ્રમુખ પણ માધવસિંહ સોલંકીના ઘરે શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા.
માધવસિંહ સોલંકીના અવસાનથી રાજ્યના જાહેર જીવનમાં મોટી ખોટ પડી : મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ સીધા જ માધવસિંહ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીના અવસાનથી રાજ્યના જાહેર જીવનમાં મોટી ખોટ પડી છે. મધ્યાન ભોજન યોજના સામાજિક આર્થિક નબળા લોકો માટેની ચિંતા તેમને કરી હતી. રાજકારણમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમને કહ્યું હતું કે, મારી લાઇબ્રેરી મારી રાહ જુએ છે. આમાં જાહેરજીવનમાં ઓછા લોકો સાહિત્યમાં રસ ધરાવતા હોવાનું નિવેદન પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.
માધવસિંહ સોલંકીએ એક સદીનો ઇતિહાસ રચ્યો : શંકરસિંહ વાઘેલા
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના નિધનના સમાચાર સાંભળતા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા માટે માધવજીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, લગભગ એક સદીનો ઇતિહાસ માધવસિંહ સોલંકીએ રચ્યો છે. ગુજરાતના વિકાસમાં પાયો માધવસિંહ સોલંકી નાખ્યો છે. જ્યારે માધવસિંહ સોલંકી માટે ઈન્દિરા ગાંધી પર વિચારતા હતા. જ્યારે માધવસિંહ સોલંકી વૈભવી લાઇબ્રેરીના પણ શોખીન હતા. માધવસિંહ સોલંકી હવે આપણી વચ્ચે નથી, તેનું દુઃખ છે.
ગુજરાત ના વિકાસમાં માધવસિંહનો ફાળો મહત્વનો : સી. આર. પાટીલ
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના અવસાન થતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ શ્રદ્ધાંજલિ આપવા માટે નિવાસસ્થાને પહોંચ્યા હતા. માધવસિંહને શ્રદ્ધાંજલિ આપતા પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતના જાહેર જીવનમાં ખૂબ મોટી ખોટ પડી છે. માધવસિંહ સોલંકીએ ગુજરાતના વિકાસનો પાયો નાખ્યો છે.