ગાંધીનગર : આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્યમંત્રી કિસાન યોજના જાહેર કરતા જણાવ્યું હતું કે દર વર્ષે ખાનગી કંપનીઓમાં જેટલું પ્રીમિયમ ખેડૂત રાજ્ય સરકારને ભરવું પડે છે પરંતુ આ વર્ષે પ્રીમિયમ 4000થી 4500 કરોડની આસપાસ આવતાં રાજ્ય સરકારે તમામ ખાનગી કંપનીના ટેન્ડર રદ કર્યા છે અને તેની સામે રાજ્યના તમામ ખેડૂતોને આપવાની જાહેરાત કરી છે જ્યારે આ જાહેરાત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આપવામાં આવશે..
ખાનગી કંપનીઓના પ્રીમિયમ વધતાં સરકારે ટેન્ડર રદ કર્યા, આ વર્ષે તમામ ખેડૂતોને પાક વિમા રાજ્ય સરકાર આપશે : સીએમ વિજય રૂપાણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરેલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળના જોખમો1. દુષ્કાળ : રાજ્યના જે તાલુકામાં ચાલુ સિઝનમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા તો શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયાં વરસાદ પડેલ ન હોય તો ખેડૂતોને રાજ્ય સરકારની સહાય પ્રાપ્ત થશે2. અતિવૃષ્ટિ : અતિવૃષ્ટિમાં વાદળ સાથે સતત ભારે વરસાદ થાય જેમાં દક્ષિણ ગુજરાતમાં રિજીયનના જિલ્લાઓમાં ૪૮ કલાકમાં 35 ઈંચ કે તેથી વધુ વરસાદ અને તે સિવાયના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં હોય અને ખેતીના બાબતે કરેલ ઉભા પાકમાં થયેલ હોય તો અતિવૃષ્ટિનું નુકશાન ગણવામાં આવશે. 3. કમોસમી વરસાદ (માવઠું) : 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ૪૮ કલાકમાં 50mmથી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને નુકસાન થાય તો તે કમોસમી વરસાદનું જોખમ કરવામાં આવશેખાનગી કંપનીઓના પ્રીમિયમ વધતાં સરકારે ટેન્ડર રદ કર્યા, આ વર્ષે તમામ ખેડૂતોને પાક વિમા રાજ્ય સરકાર આપશે : સીએમ વિજય રૂપાણી સહાયનું ધોરણ..1. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33 ટકા થી 60 ટકા માટે રૂપિયા ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે..2. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન ૬૦ ટકાથી વધુનું નુકશાન માટે રૂપિયા 25000 પ્રતિ હેકટર માટે, વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશેપાક નુકશાન અંતર્ગત વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયારાજ્યમાં અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થાય તેવા અસરગ્રસ્ત વિસ્તારની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવશે ઘટના બન્યાના સાત દિવસની અંદર કલેકટર દ્વારા રાજ્ય સરકારની મહેસૂલ વિભાગની મંજૂરી અર્થે મોકલવામાં આવશે રાજ્ય સરકારને દરખાસ્ત મળ્યાના સાત દિવસમાં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર ગામ તાલુકાની યાદી મંજૂરી કરવાના પણ હુકમ આપવામાં આવશે..પાક નુકશાનના સર્વેની કામગીરીપાક નુકસાન સર્વેની કામગીરીમાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામ તાલુકા અને વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે બનાવીને અસરગ્રસ્ત વિસ્તારના ખેતરોના પંચનામા સહિતની સર્વે 15 દિવસમાં કરાવવામાં આવશે સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતાં ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારી ને સહીવાળા હુકમથી જાહેર કરવામાં આવશે જ્યારે આ યાદી 33% થી ૬૦ ટકા અને ૬૦ ટકાથી વધુ નુકસાન એમ બે યાદી જાહેર કરવામાં આવશે જ્યારે રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવામાં આવશે તે ખેડૂતના બેંક એકાઉન્ટમાં સીધી સહાય ચુકવવામાં આવશેઉલ્લેખનીય છે કે આ યોજનાની જાહેરાત થતાં પહેલાં જ અમુક ખેડૂતો દ્વારા ખાનગી કંપનીમાં વીમા પ્રીમિયમ ચુકવી દેવામાં આવ્યું છે ત્યારે આવા ખેડૂતોને ખાનગી કંપની તરફથી વીમા પ્રીમિયમ પરત આપવામાં આવશે જ્યારે મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના ફક્ત એક વર્ષ માટે જ રાજ્યમાં અમલી થશે..