- મુખ્યપ્રધાન વિજય રુપાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- R.R. સેલ રદ કરવાની જાહેરાત કરી
- ટ્રાફિક પોલીસના કપડાં પર બોડી કેમેરા લગાવવાની જાહેરાત
ગાંધીનગર : શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 1975 થી કાર્યરત પોલીસના મહત્વના વિભાગને બંધ કરવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ 1975 થી કાર્યરત R.R. સેલ (રેપિડ રીસ્પોન્સ સેલ) રદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્રથમ તબક્કામાં રાજ્યની ટ્રાફિક પોલીસના કપડાં પર બોડી કેમેરા લગાવવાની પણ જાહેરાત કરી છે.
પોલીસના વહીવટદારો માટે A.C.B. હવે કરશે તપાસ
એ.સી.બી.ની કામગીરી મુદ્દે સરકારે છૂટો દોર આપ્યો છે. હવે એ.સી.બી.ની કામગીરી બાબતે સાયન્ટિફિક રીતે તપાસ કરવામાં આવે છે. અપ્રમાણસર મિલકતના કેસો સૌથી વધુ નોંધાયા છે. 50 કરોડના માલ-મિલ્કતના પણ કેસ નોંધવામાં આવ્યા છે. 2021માં 150 કરોડ અપ્રમાણસર મિલકતના કેસ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વર્ષ | ડી.એ. કેસ | અપ્રમાણસર ની મિલકતોની કિંમત |
2016 | 21 | 26 કરોડ |
2017 | 08 | 15 કરોડ |
2018 | 12 | 03 કરોડ |
2019 | 18 | 27 કરોડ |
2020 | 38 | 50.12 કરોડ |
ઇડી અને ઇન્કમટેક્ષની મદદથી ડી.એ.ના કેસ કરવામાં આવશે.
હવે ઇડી અને ઇન્કમટેક્ષની મદદથી ડી.એ.ના કેસ કરવામાં આવશે. જે માટે 3 કરોડના ખર્ચે ટેક્નિકલ અને સપોર્ટ યુનિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા હવે એ.સી.બી.ની રહેશે. ગત વર્ષોની તુલનાએ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ગૃહ અધિક સચિવ પંકજ કુમારની જાહેરાત
ગૃહ અધિક સચિવ પંકજ કુમારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં કુલ 647 લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજીઓ આવી છે. જેમા 16 જેટલી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી તેમજ 220 કરોડ રૂપિયાની જમીન પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ડીજીપી દ્વારા પાસા એકટની વિગતો જાહેર કરવામાં આવી
ડીજીપી દ્વારા પાસા એકટની 31 માર્ચ સુધીની વિગતો જાહેર કરવામાં આવી હતી. જેમાં 1247 જેટલા પાસાના કેસ, જુગારદાર, 90 બુટલેગર, મની લોન્ડરિંગ 15, જાતીય સતામણીના 15 તેમજ સાયબર ક્રાઈમમાં 9 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
વર્ષ | કેસોની સંખ્યા | આરોપીઓની સંખ્યા. |
2016 | 258 | 433 |
2017 | 148 | 213 |
2018 | 332 | 730 |
2019 | 255 | 470 |
2020 | 199 | 310 |
માસ્ક ન પહેરવા બદલ વિભાગીય જવાનોને રૂ. 300નો દંડ
જૂનાગઢ ખાતે દીક્ષાંત સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ તેમજ માસ્ક ન પહેરવા બદલ સામાન્ય માણસ પાસેથી રૂ. 1000નો દંડ વસૂલતી પોલીસે વિભાગીય જવાનો પાસેથી રૂ. 300નો દંડ વસૂલ્યો હતો. માસ્ક વગરના તમામ એલઆરડી જવાનોને નોટિસ આપવામાં આવી હતી તેમજ તમામ એલઆરડી જવાનોની સર્વિસ બુકમાં એન્ટ્રી કરવામાં આવી હતી.