ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તરપ્રદેશ (CM Bhupendra Patel in UP) જશે. અહીં તેઓ ઉત્તરપ્રદેશના બીજી વખત બનેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત (CM Patel in Yogi Adityanath Oath Ceremony) રહેશે. મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર નહીં બને તેવા વાતો અને માહોલ વચ્ચે ફરીથી ઉત્તર પ્રદેશની જનતાએ ફરી એક વાર ભાજપને (Oath Ceremony of Yogi Adityanath) જીતાડી છે.
આ પણ વાંચો- Cabinet Meeting : જુના પ્રોજેકટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવી યોજનાઓ બાબતે થશે ચર્ચા
યોગી આદિત્યનાથ બીજી વખત CM બન્યા - ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાનના પદે યોગી આદિત્યનાથ (Oath Ceremony of Yogi Adityanath) આજે બીજી વખત શપથ લેશે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત (CM Patel in Yogi Adityanath Oath Ceremony) રહેશે. આ અગાઉ તેઓ ઉત્તરાખંડના મુખ્યપ્રધાનની શપથવિધિમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તરપ્રદેશમાં CM ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel in UP) આજે (શુક્રવારે) સવારે 10.30 વાગ્યે ઉત્તરપ્રદેશ જવા રવાના થશે. તેઓ 12.15 વાગ્યે ઉત્તરપ્રદેશના લખનઉ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ 12.30 વાગ્યે હોટેલ પિકાડીલી જશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે તેઓ ભોજન લેશે. જ્યારે 3.30 વાગ્યે તેઓ અટલબિહારી બાજપાઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પહોંચશે. મુખ્યપ્રધાન 4 વાગ્યે યોગી આદિત્યનાથની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ 5.15 વાગ્યે હોટેલ પિકાડિલીમાં પહોંચશે. ત્યારબાદ સાંજે 6.15 વાગ્યે મુખ્યપ્રધાન અમદાવાદ આવવા રવાના થશે.
આ પણ વાંચો- TP scheme approval in Gujarat : 4 શહેરોની ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપતા મુખ્યપ્રધાન
કેબિનેટ પ્રધાનો પણ શપથ લેશે - ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે યોગી આદિત્યનાથ (Oath Ceremony of Yogi Adityanath) આજે સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનો પણ શપથ લેશે. એવી વાત પણ સામે આવી રહી છે કે, કુલ 30 જેટલા પ્રધાન આજે શપથ લેશે. જ્યારે આ શપથ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ત્યારે વર્ષ 2024માં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પણ કેબિનેટ તૈયાર કરવામાં આવી રહી છે..