ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો અને તમામ રાજ્યને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સંયુક્ત પરિષદ (conference of chief ministers and chief justice of high court ) યોજાઈ હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ ન્યાયપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ દિલ્હી ખાતેની પરિષદમાં હાજર (CM Bhupendra Patel Delhi Visit) રહ્યાં હતાં. ત્યારે ગુજરાતની કોર્ટ બાબતની આંતરમાળખાકીય સુવિધાને (Infrastructural facilities of the judiciary in Gujarat) લઈને દેશના મુખ્ય ન્યાયાધીશે ગુજરાત હાઇકોર્ટ અને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબતે (Chief Justice of India praised Gujarat)સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ CM Bhupendra Patel Delhi Visit : મુખ્યપ્રધાન દિલ્હીમાં કયા કાર્યક્રમમાં આપશે હાજરી જાણો
ગુજરાતમાં ન્યાય ક્ષેત્રે છેલ્લા 5 વર્ષની કામગીરી - ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ ન્યાય ક્ષેત્રેની કામગીરીની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે હાઇકોર્ટ સાથે પરામર્શ કરીને વિવિધ જિલ્લા અને બ્લોક સ્તરે નવા કોર્ટ સંકુલના નિર્માણ માટે છેલ્લા પાંચ વર્ષમાં 400 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જિલ્લા તથા બ્લોકસ્તરે ફરજ બજાવતા ન્યાયિક અધિકારીઓ માટે રહેણાંક આવાસના બાંધકામ માટે છેલ્લા પાંચ વર્ષમાં 75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં હાઇકોર્ટની ભલામણને પગલે કુલ 378 ન્યાયાધીશની નિમણૂક (Infrastructural facilities of the judiciary in Gujarat)કરવામાં આવી છે. સાથે જ 48 ફેમિલી કોર્ટને પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
તત્કાલીન સીએમ મોદીએ વર્ષ 2010-11માં 780 કરોડ ફાળવ્યા હતાં - દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010 11 માં 780 કરોડ રૂપિયા ગુજરાત રાજ્યના ન્યાયતંત્રમાં માળખાકીય સુવિધાઓ પુરી પાડવા માટે ફાળવ્યા હતા તેને જ અનુસરતા રાજ્ય સરકારે આ વર્ષે પણ ન્યાયિક વિભાગને રૂપિયા 1740 કરોડની ફાળવણી કરી છે.
અસરકારક માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવા હંમેશા પ્રતિબદ્ધ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Delhi Visit) જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ન્યાયતંત્ર અને અસરકારક માળખાકીય સુવિધાઓ (Infrastructural facilities of the judiciary in Gujarat)પ્રદાન કરવા હંમેશા પ્રતિબદ્ધ છે રાજ્ય સરકારના ન્યાયતંત્ર અને વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં કોઈ કચાશ રાખી નથી જ્યારે સરકાર ન્યાયતંત્ર અને તમામ સુવિધાઓ પુરી પાડવા ના તમામ પ્રયાસો કરશે જેથી સ્થાનિક કક્ષાએ લોકોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરી શકાય.