ETV Bharat / city

CM Bhupendra Patel : બોરસદમાં 12 ઇંચ વરસાદે શી બેહાલી સર્જી તેની વિગતો જાણતાં મુખ્યપ્રધાન, શું આપી સૂચના જાણો

author img

By

Published : Jul 2, 2022, 9:37 PM IST

આણંદના બોરસદમાં (Heavy Rainfall in Anand) ગુરૂવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદને કારણે લોકોના ઘરમાં (Borsad Rain Water Logged in House) પાણી ભરાઈ ગયાં હતાં. તેનાથી ઘરવખરીને તથા પશુઓનું નુકસાન થયું છે. 6 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ (12 inch rain in Borsad) થતા જળબંબાકાર સાથે બેહાલી જોવા મળી રહી છે. જેને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )વિગતો લીધી હતી.

CM Bhupendra Patel : બોરસદમાં 12 ઇંચ વરસાદે શી બેહાલી સર્જી તેની વિગતો જાણતાં મુખ્યપ્રધાન, શું આપી સૂચના જાણો
CM Bhupendra Patel : બોરસદમાં 12 ઇંચ વરસાદે શી બેહાલી સર્જી તેની વિગતો જાણતાં મુખ્યપ્રધાન, શું આપી સૂચના જાણો

ગાંધીનગર : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રાજ્યના આણંદ (Heavy Rainfall in Anand)જિલ્લાના બોરસદ તાલુકામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ (12 inch rain in Borsad) ખાબક્યો છે. ત્યારે બોરસદની પરિસ્થિતિ બગડી છે. જેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં (Rainfall in Borsad ) ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની (Borsad Rain Water Logged in House)સંપૂર્ણ વિગતો મેળવી હતી. આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )બચાવ રાહતકાર્ય- માનવ અને પશુ મૃત્યુ સહાય-સ્થળાંતરિત થયેલા લોકોને ભોજન-આરોગ્ય સુરક્ષા વ્યવસ્થા-વીજ પુરવઠો-પાણી પુરવઠાની સ્થિતિનો અંદાજો મેળવી જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.

પરિસ્થિતિ બાબતે ચર્ચા - સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને અતિ ભારે વરસાદગ્રસ્ત (Monsoon Anand 2022 ) સીસવા ગામની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનોનું સલામત સ્થળે સ્થળાંતર તેમજ જાન-માલ અને પશુઓની સલામતી અંગેની પણ વિગતો જાણી હતી, આણંદ જિલ્લાના બોરસદમાં અનરાધાર વર્ષા (Heavy Rainfall in Anand)થવાને પરિણામે જે ગામોમાં વીજ પુરવઠાને અસર પહોચી છે ત્યાં સત્વરે પુરવઠો પૂન: પ્રસ્થાપિત કરવાની કામગીરી તથા માર્ગો પર પડી ગયેલાં વૃક્ષો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેની માહિતી મુખ્યપ્રધાને જિલ્લા કલેકટર દક્ષિણી પાસેથી મેળવી હતી.

આ પણ વાંચોઃ સ્થળ ત્યાં જળ: 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર

NDRF ટીમ મોકલી - સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )આણંદ જિલ્લામાં બોરસદ અને આસપાસના ગામોમાં વરસાદને કારણે પાણી ભરાવાની (Borsad Rain Water Logged in House) સ્થિતિમાં ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે NDRFની એક ટુકડી વડોદરાથી આવી છે અને બચાવ રાહત કાર્યોમાં જોડાઇ છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે આ ભારે વરસાદથી બોરસદ તાલુકામાં એક માનવ મૃત્યુ તેમજ 90 જેટલા પશુઓના મૃત્યુ થયા છે તેની જાણકારી જિલ્લા કલેકટર પાસેથી મેળવી હતી અને આ સંદર્ભમાં નિયમાનુસારની મૃત્યુ સહાય ઝડપથી ચુકવાઇ જાય તે માટેની સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રવાસીઓ લીલાલહેર : ખાલી જળાશયોમાં નવા નીરની આવક, જાણો ક્યો ડેમ કેટલો ભરાયો

પાણી નિકાલની તૈયારીઓ - વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ સાથોસાથ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રને પણ દવા છંટકાવ સહિતની આરોગ્યલક્ષી કામગીરી માટે તૈનાત રહેવા સૂચનો કર્યા હતાં. ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel ) કાચા-પાકા ઝૂંપડા, મકાનોને નુકશાન (Borsad Rain Water Logged in House) તથા વધુ હાનિના કિસ્સાઓમાં પ્રાથમિક સર્વે સત્વરે હાથ ધરવા અને કેશડોલ્સ ચુકવણી વગેરે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જે ગ્રામજનો પોતાની ઘરવખરી અન્યત્ર સલામત સ્થળે લઇ જવા ઇચ્છતા હોય તેમને જિલ્લા વહિવટી તંત્ર તરફથી શ્રમિકો વાહન વગેરેનો પ્રબંધ કરી આપવા પણ જિલ્લા કલેકટરને સૂચના આપી છે. તેમણે જે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને ભોજન વગેરેની વ્યવસ્થાનો પણ અંદાજો મેળવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.