ગાંધીનગર હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર (himachal pradesh election) જાહેરાત થઈ છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) સત્તાવાર જાહેરાત બાબતે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. સાથે જ દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે આજે (મંગળવારે) રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાશે. જોકે, આ જ અઠવાડિયાના અંતમાં દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. ત્યારે સચિવાલયમાં એવી પણ વાતો વહેતી થઈ છે કે, આ અઠવાડિયા બાદ વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ત્યારે આ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ અંતિમ બેઠક યોજાઈ રહી છે.
સવારે બેઠક મંગળવારે સવારે 10 કલાકે કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting) આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરીએ તો, બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ 19 ઓક્ટોબર બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ડિફેન્સ એક્સ્પોનું (Defense Expo 2022) ઉદ્ઘાટન કરવાના હોવાથી કેબિનેટ બેઠકમાં ફેરફાર કરાયો છે.
પ્રજલક્ષી કામો થશે બેઠકમાં મહત્વની ચર્ચાની વાત કરીએ તો, પ્રજાલક્ષી કામોને તાત્કાલિક ધોરણે લોકો સુધી પહોંચે અને લોકો રાજ્ય સરકારના કામકાજથી (Gujarat Government) વધુ વાકેફ થાય તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે મહત્વની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) આચારસંહિતા ગમે ત્યારે લાગુ થઈ શકે તેમ છે ત્યારે હવે કેબિનેટ બેઠકમાં પ્રજાલક્ષી કામો ખાતમુરત લોકાર્પણ અને પ્રજાને ઉપયોગ થાય તેવા મહત્વના નિર્ણયો કરવામાં આવશે.
વડાપ્રધાનના પ્રોજેકટ અંગે ચર્ચા વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અમુક દિવસોના અંતરમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવનારા છે. વડાપ્રધાન રાજકોટમાં મહત્વના કામોનું લોકાર્પણ કરશે. ત્યારે આ તમામ કામોના આયોજન બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.
સરકારી કામકાજની જાહેરાતો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર (Gujarat Government) દ્વારા છેલ્લા એક વર્ષમાં કરેલ પ્રજાલક્ષી કાર્યક્રમો અને પ્રજાલક્ષી લેવાયા નિર્ણયનું એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવી શકે છે. ત્યારે આ તમામ સરકારી (Gujarat Government) કામકાજો માટે તમામ વિભાગોને ખાસ સૂચના પણ આપવામાં આવશે જેથી લોકો વધુમાં વધુ સરકારી યોજનાની માહિતી મેળવી શકે તે બાબતની પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને તમામ વિભાગ પાસેથી માહિતી એકત્રિત કરીને લોકો સુધી પહોંચાડવાનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
ખેડૂતો માટે થઈ શકે છે નિર્ણય ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંતર્ગત રાજ્ય સરકાર (Gujarat Government) ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવાની હતી, પરંતુ હજી સુધી થયું નથી ત્યારે વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે આ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં રાજ્ય સરકાર ખેડૂતોના નુકસાનને લઈને મહત્વના નિર્ણય અથવા તો રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.